ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મસ્પોર્ટસ

IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ કોણ જીતશે? જ્યોતિષાચાર્યએ કરી મોટી ભવિષ્યવાણી

Text To Speech

IND vs NZ Winner Prediction: આજે 9 માર્ચ 2025નો દિવસ ઈતિહાસના પાના પર નોંધાવા જઈ રહ્યો છે. આજે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ થવાની છે, જે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આજે બપોરે લગભગ 2 વાગ્યે મેચ શરુ થઈ જશે. ડે નાઈટની 50-50 મેચ રમ્યા બાદ નિર્ણય થઈ જશે કે ક્રિકેટની દુનિયામાં ચેમ્પિયન કોણ છે? તેમ છતાં જ્યોતિષ ગણતરીઓ અનુસાર મેચ વિશે અમુક ભવિષ્યવાણીઓ થઈ છે, આવો જાણીએ જ્યોતિષાચાર્ય સંજીવ શર્મા અનુસાર, આજની મેચને લઈને શું પરિસ્થિતિઓ બની રહી છે અને મેચ કોણ જીતશે?

આજની મેચમાં જે પણ ટીમ પહેલા બેટીંગ કરશે તે 250થી લઈને 285 વચ્ચે સ્કોર બનાવશે. જો કે ભારતીય પહેલા બેટીંગ કરવાનો યોગ નથી બનતા. પણ જો ભારતીય પહેલા બેટીંગ કરશે તો ભારતીય ટીમના બે બેટ્સમેન 50ની ઉપરનો સ્કોર ચોક્કસ બનાવશે. આવી સ્થિતિમાં કોઈ પણ બેટ્સમેન સદી ફટકારી શકશે નહીં.

ન્યૂઝીલેન્ડ તરફથી માર્ક હેનરી અને સેંટનર 2 એવા બોલર હશે, જેનાથી ભારતીય ટીમને સતર્ક રહીને રમવું પડશે. આ બંનેમાંથી કોઈ એક બોલર 3થી વધારે વિકેટ લેશે. આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડની ટીમ જ્યારે બીજી ઈનિંગ્સમાં બેટીંગ કરશે તો તે 50 ઓવર પુરી રમી શકશે નહીં અને ભારતીય 15થી વધારે રનથી મેચ જીતી જશે.

જો ન્યૂઝીલેન્ડની ટીમ પહેલા બેટીંગ કરશે તો તેમના તરફથી રચિન અને ટી લાથમ, એવા બે બેટ્સમેન છે, જેમાંથી કોઈ એક સદી જરુરથી બનાવશે. ભારત તરફથી બોલિંગ કરતા જાડેજા અને વરુણ ચક્રવર્તી બંને સફળ બોલર રહેશે અને બંને મળીને કૂલ 5થી વધારે વિકેટ લેશે.

આવી સ્થિતિમાં જ્યારે ભારતીય ટીમ બીજી ઈનિંગ્સમાં બેટીંગ કરવા ઉતરશે તો ભારતીય ટીમ આ ટાર્ગેટને 45થી 50 ઓવરની વચ્ચે વધુમાં વધુ 7 વિકેટથી મેચ જીતી લેશે. ભારતીય ટીમનો કોઈ એક બેટ્સમેન સદી ફટકારશે.

કૂલ મળીને આજનો દિવસ ભારતીય ટીમના નામે રહેવાનો છે અને ભારત ફરી એક વાર આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પર કબજો કરશે.

આ પણ વાંચો: ખતરો કે ખિલાડી:રીલ બનાવવા માટે રુમમાં ગેસ લિક કર્યો, લાઈટ ચાલું કરતા જ મોટો ધમાકો થયો

Back to top button