IND vs NZ:ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ફાઈનલ મેચ, જાણો કેવું રહેશે દુબઈનું હવામાન, જો વરસાદ થાય તો શું થશે?

દુબઈ, 09 માર્ચ 2025: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચમાં આમને સામને ટકરાશે. આ મેચ 9 માર્ચ એટલે કે આજે દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પર દુનિયાભરના કરોડો ફેન્સની નજર ટકેલી છે.ભારત અને ન્યૂઝીલેન્ડે છેલ્લે વર્ષ 2000માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ટકરાયા હતા. ત્યારે ન્યૂઝીલેન્ડે ભારતને 4 વિકેટથી હરાવી ખિતાબ પોતાના નામે કર્યો હતો. જો કે હવે 25 વર્ષ બાદ ભારત પાસે ન્યૂઝીલેન્ડને હરાવીને એ હારનો બદલો લેવાનો મોકો છે. આ બધાની વચ્ચે ફેન્સ એ જાણવા માગે છે કે, 9 માર્ચે દુબઈનું હવામાન કેવું રહેશે. તો આવો જાણીએ આ મેચ દરમ્યાન દુબઈમાં કેવું હવામાન રહેવાનું છે.
ફાઈનલના દિવસે કેવું રહેશે હવામાન
એક્યૂવેદરના રિપોર્ટ અનુસાર, 9 માર્ચના રોજ દુબઈનું તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહેવાનું છે. દિવસમાં વાદળો છવાયેલા રહેવાની સંભાવના છે. વરસાદ થવાની શક્યતા 10 ટકા જેવી છે. હ્યૂમિટિડી 43 ટકા રહેશે. તો વળી હવા 24 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાશે. તેનો મતલબ સ્પષ્ટ છે કે, ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ચેમ્પિયન્સ ટ્રઓફી 2025ની ફાઈનલ કોઈ પણ અડચણ વિના રમાશે અને આ દિવસે જ મેચનું રિઝલ્ટ આવી જશે.
જો વરસાદના કારણે ફાઈનલ મેચ થાય તો શું થાય
ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ વચ્ચે 9 માર્ચના રોજ ચેમ્પિયન્સ ટ્રોફી મેચ દરમ્યાન આમ તો વરસાદ થવાની કોઈ સંભાવના નથી. દુબઈનું હવામાન સાફ રહેવાની આશા છે. પણ જો તેમ છતાં 9 માર્ચના રોજ ફાઈનલમાં વરસાદ થાય, તો ટૂર્નામેન્ટના નિયમો અનુસાર, એક રિઝર્વ ડે છે. આ મેર્ચ આગલા દિવસે એટલે કે આવતીકાલે 10 માર્ચના રોજ યોજાશે. જો 09 માર્ચે અમુક ઓવરની રમત બાદ વરસાદ આવે તો 10 માર્ચે ફરીથી મેચ શરુ થશે. પણ જો 10 માર્ચે પણ વરસાદ આવે તો ટ્રોફી બંને વચ્ચે શેર કરી દેવામાં આવશે.
ભારતીય ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ શમી.
ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
મિશેલ સેન્ટનર (કેપ્ટન), વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરિલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, ટોમ લેથમ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, કાયલ જેમીસન, વિલ ઓ’રોર્ક, જેકબ ડફી.
આ પણ વાંચો: 100 વર્ષ બાદ બનશે સાત ગ્રહોનો દુર્લભ સંયોગ, ત્રણ રાશિનું ભાગ્ય ચમકશે