ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચોની T20 સીરીઝની બીજી મેચ લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ રોમાંચક મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. લખનૌમાં ભારતીય ટીમનો રેકોર્ડ શાનદાર છે. ટીમ ઈન્ડિયાએ અહીં અત્યાર સુધી કુલ પાંચ મેચ રમી છે. દરમિયાન દરેક મેચમાં બ્લુ ટીમનો વિજય થયો છે. આ મેદાન પર ટીમ ઈન્ડિયાના T20 પ્રદર્શનની વાત કરીએ તો બ્લૂ ટીમ અહીં કુલ બે મેચ રમી છે. આ બંને મેચમાં ટીમનો વિજય થયો છે.
વર્ષ 2018માં અહીં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ટી20 મેચ રમી હતી. તે મેચમાં બ્લુ ટીમનો 71 રને વિજય થયો હતો. આ પછી ફેબ્રુઆરી 2022માં ભારતીય ટીમે શ્રીલંકા સામે બીજી મેચ રમી હતી. આ રોમાંચક મેચમાં પણ બ્લુ ટીમ 62 રનથી મેદાનમાં ઉતરવામાં સફળ રહી હતી.
બીજી T20 મેચ માટે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન :
ભારત:
શુભમન ગિલ, ઈશાન કિશન (વિકેટકીપર), રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, દીપક હુડા, શિવમ માવી, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ.
ન્યુઝીલેન્ડ:
ફિન એલન, ડેવોન કોનવે (wk), માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ડેરીલ મિશેલ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (સી), ઈશ સોઢી, લોકી ફર્ગ્યુસન, જેકબ ડફી, બ્લેર ટિકનર.
આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયન ઓપન 2023: નોવાક જોકોવિકે 10મી વખત ઓસ્ટ્રેલિયન ઓપન જીતીને ઈતિહાસ રચ્યો