ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં જીત માટે ભારતમાં ઠેર ઠેર હવન અને પૂજા, ચાહકોમાં અનેરો ઉત્સાહ

IND vs NZ CT 2025 Final: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતની જીત માટે દુઆઓ થઈ રહી છે. ભારતીય ફેન્સ પૂજા પાઠ કરવામાં લાગ્યા છે. કેટલીય જગ્યાએ હવન, આરતી અને રુદ્રાભિષેક પણ કરી રહ્યા છે. એક જગ્યાએ ટીમ ઈંડિયાની જર્સી પહેરી ફેન ભગવાન શિવની પૂજા કરતા જોવા મળ્યા. ઉત્તર પ્રદેશના કાનપુરમાં ક્રિકેટ ચાહકો ભારતની જીત માટે આરતી કરતા જોવા મળ્યા છે, જેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
#WATCH | Kanpur, Uttar Pradesh: Cricket fans perform ‘aarti’ as they pray for India’s victory in tomorrow’s Champions Trophy clash against New Zealand. pic.twitter.com/mN82butoPV
— ANI (@ANI) March 8, 2025
ગ્રુપ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવ્યું
આ ટુર્નામેન્ટની ગ્રુપ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવ્યું હોવા છતાં, ફાઇનલમાં કઠિન મુકાબલાની અપેક્ષા છે. ભારતીય ટીમે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા અનુભવી ખેલાડીઓ પ્રત્યે ભાવનાત્મક બનવાનું ટાળવું પડશે અને ટીમના તમામ ખેલાડીઓએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. ન્યુઝીલેન્ડ હંમેશા ભારત માટે એક મુશ્કેલ પડકાર સાબિત થયું છે અને આઈસીસી ટુર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડનો હાથ ઉપર છે. આઇસીસી નોકઆઉટ મેચોમાં ન્યુઝીલેન્ડે ભારત સામે ચારમાંથી ત્રણ મેચ જીતી છે.
હાલમાં ભારતની સૌથી મોટી તાકાત તેની સ્પિન ચોકડી છે, જે દુબઈની સપાટ પીચ પર ખૂબ જ સફળ રહી છે. ભારત આત્મવિશ્વાસથી ભરેલું છે. એવું લાગે છે કે ફાઇનલમાં પણ ટીમ ઇન્ડિયા ચાર સ્પિનરો અને બે ફાસ્ટ બોલરોનું મિશ્રણ મેદાનમાં ઉતારશે. જો ફાઇનલ એ જ પીચ પર રમાય જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રમાઈ હતી, તો આ ચાર બોલરો કિવી ટીમને સ્પિનની જાળામાં ખરાબ રીતે ફસાવી શકે છે. જોકે, ન્યુઝીલેન્ડની ટીમમાં સેન્ટનર, બ્રેસવેલ, રચીન અને ગ્લેન ફિલિપ્સ જેવા મહાન સ્પિનરો પણ છે.
#WATCH | Varanasi, UP: Cricket fans perform ‘aarti’ at Sarang Nath Mahadev temple, as they pray for India’s victory in today’s Champions Trophy final clash against New Zealand.#ICCChampionsTrophy #INDvsNZ pic.twitter.com/4VVUpdHsa1
— ANI (@ANI) March 9, 2025
25 વર્ષ પહેલા ફાઇનલમાં ભારત ન્યુઝીલેન્ડ સામે હારી ગયું હતું
ન્યુઝીલેન્ડ માટે સૌથી મોટી આશા કેન વિલિયમસન અને રચિન રવિન્દ્રની બેટિંગ હશે. આ બંનેએ અત્યાર સુધી ઘણી મોટી ઇનિંગ્સ રમી છે. રચિને આ ટુર્નામેન્ટમાં બે સદી પણ ફટકારી છે, જોકે ભારત સામેની ગ્રુપ મેચમાં તેનું બેટ સારું પ્રદર્શન કરી શક્યું ન હતું. ગયા વર્ષે ટેસ્ટ સિરીઝમાં ન્યુઝીલેન્ડના સ્પિનરોએ ભારતને ખૂબ જ પરેશાન કર્યા હતા અને તેઓ 2000 પછી પહેલીવાર ICC ODI ટાઇટલ જીતવાના પ્રયાસમાં ફરી એકવાર તે પ્રદર્શનનું પુનરાવર્તન કરવા માંગશે. પચીસ વર્ષ પહેલાં નૈરોબીમાં, ન્યુઝીલેન્ડે ફાઇનલમાં ભારતને હરાવીને નોકઆઉટ ટુર્નામેન્ટ જીતી હતી.