ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND vs NZ 1st ODI : બ્રેસવેલની તોફાની ઇનિંગ્સ છતાં ન્યુઝીલેન્ડની હાર, ભારત 12 રનથી જીત્યું

Text To Speech

ભારતે પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડને 12 રને હરાવ્યું છે. ન્યૂઝીલેન્ડ સામે 350 રનનો ટાર્ગેટ હતો, પરંતુ કિવી ટીમ 49.2 ઓવરમાં માત્ર 337 રન જ બનાવી શકી હતી. ન્યુઝીલેન્ડ માટે માઈકલ બ્રેસવેલે તોફાની ઈનિંગ્સ રમી હતી. માઈકલ બ્રેસવેલ 78 બોલમાં 140 રન બનાવીને પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 12 ફોર અને 10 સિક્સર ફટકારી હતી. આ સિવાય મિશેલ સેન્ટનરે 45 બોલમાં 57 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.

માઈકલ બ્રેસવેલ અને મિશેલ સેન્ટનરે મેચ પલટી નાખી હતી

ન્યૂઝીલેન્ડની ટીમ 131 રનમાં 6 વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી હતી. તે સમયે એવું લાગતું હતું કે કિવી ટીમ આસાનીથી મેચ હારી જશે, પરંતુ માઈકલ બ્રેસવેલ અને મિશેલ સેન્ટનરે શાનદાર રમત રમી હતી. માઈકલ બ્રેસવેલ અને મિશેલ સેન્ટનર વચ્ચે 163 રનની ઝડપી ભાગીદારી થઈ હતી. બંને ખેલાડીઓની ભાગીદારીએ મેચનો માર્ગ બદલી નાખ્યો. જોકે, ડેથ ઓવરમાં ભારતીય બોલરોએ ધમાકેદાર વાપસી કરી હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચ 10 રને જીતી લીધી અને 3 વનડે શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગઈ.

ભારતીય બોલરોનું પ્રદર્શન

ભારતીય બોલરોની વાત કરીએ તો મોહમ્મદ સિરાજ સૌથી સફળ બોલર હતો. મોહમ્મદ સિરાજે 10 ઓવરમાં 55 રન આપીને 4 ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ સિવાય કુલદીપ યાદવને 2 સફળતા મળી હતી. કુલદીપ યાદવે 8 ઓવરમાં 43 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ સાથે જ શાર્દુલ ઠાકુરને પણ 2 સફળતા મળી છે. આ સિવાય મોહમ્મદ શમીએ 1 વિકેટ પોતાના નામે કરી હતી. આ પહેલા ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે જીતવા માટે 350 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી શુભમન ગિલે બેવડી સદી ફટકારી હતી. શુભમન ગિલ 208 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

આ પણ વાંચો : દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર હાશિમ અમલાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી જાહેર કરી નિવૃત્તિ

Back to top button