બે મેચની T20I શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે આયર્લેન્ડને 7 વિકેટે હરાવ્યું. વરસાદના કારણે આયર્લેન્ડે 12 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 108 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 16 બોલ બાકી રહેતા 9.2 ઓવરમાં 3 વિકેટે 111 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારત તરફથી ઈશાન કિશન 26 રન, સૂર્યકુમાર ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયા. દીપક હુડ્ડાએ અણનમ 47 અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ 24 રન બનાવ્યા હતા. દિનેશ કાર્તિક 5 રન બનાવી અણનમ રહ્યો હતો. આયર્લેન્ડ તરફથી ક્રેગ યંગે 2 વિકેટ ઝડપી હતી.
1ST T20I. India Won by 7 Wicket(s) https://t.co/V1IMXtpbkp #IREvIND
— BCCI (@BCCI) June 26, 2022
પ્રથમ બોલિંગ કરવા જતાં, પાવરપ્લેમાં ભારતની ત્રણ વિકેટ પડી હતી. પરંતુ ટેક્ટર અને ટકર વચ્ચેની અડધી સદીની ભાગીદારીને કારણે આયર્લેન્ડ સ્કોર 108 રન સુધી પહોંચાડવામાં સફળ રહ્યું. આયર્લેન્ડ તરફથી હેરી ટેક્ટરે અણનમ 64 રન બનાવ્યા હતા. બીજી ઓવરમાં જ આયર્લેન્ડને બે મોટા આંચકાઓ લાગ્યા હતા. કેપ્ટન એન્ડી બાલ્બિર્ની (0) અને પોલ સ્ટર્લિંગ (4) આઉટ થયા હતા. ભુવનેશ્વરે બલબિર્નીને જ્યારે કેપ્ટન હાર્દિક પંડ્યાએ પોલ સ્ટર્લિંગને આઉટ કર્યો હતો. ટકર અને ટેક્ટરે ચોથી વિકેટ માટે 50 રનની ભાગીદારી નોંધાવી હતી. ટકર 16 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો.ડોકરેલે 4 રન બનાવ્યા હતા. ડેલનીએ 8 રનનું યોગદાન આપ્યું હતું.