IND vs ENG વૉર્મ-અપ મેચ વરસાદને કારણે રદ, હવે ક્યારે યોજાશે?
વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થવાનો છે. તે પહેલા તમામ ટીમો વૉર્મ-અપ મેચમાં ભાગ લઈ રહી છે. ગુવાહાટીમાં આજે શનિવારે (30 સપ્ટેમ્બર) ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રેક્ટિસ મેચ રમાવાની હતી, જે વરસાદને કારણે રદ કરવામાં આવી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ પછી હવામાન ખરાબ થઈ ગયું અને મેચ શરૂ જ થઈ શકી નહીં. સતત વરસાદના કારણે અમ્પાયરોએ લાંબા સમય સુધી રાહ જોયા બાદ મેચ રદ જાહેર કરી છે.
IND vs ENG વૉર્મ-અપ મેચ વરસાદના કારણે રદ
ભારત અને ઈંગ્લેન્ડની ટીમને વર્લ્ડ કપ પહેલા બંને ટીમ વચ્ચે પ્રથમ પ્રેક્ટિસ મેચ ગુવાહાટીમાં યોજાઈ હતી, પરંતુ વરસાદને કારણે તે રદ થઈ છે. ગુવાહાટીના સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં દર્શકો પહોંચ્યા હતા, પરંતુ તેમને નિરાશ થઈને પાછા જવુ પડ્યું હતું. આ પહેલાં ગઈ કાલે આ મેદાન પર બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની પ્રેક્ટિસ મેચ પૂર્ણ થઈ હતી. જેમાં બાંગ્લાદેશનો સાત વિકેટે વિજય થયો હતો.
ટીમ ઈન્ડિયાની વૉર્મ-અપ મેચ હવે ક્યારે?
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ પછી હવામાન ખરાબ થઈ ગયું અને રમત શરૂ થઈ શકી નહીં. સતત વરસાદના કારણે અમ્પાયરોએ લાંબા સમય સુધી રાહ જોયા બાદ મેચ રદ જાહેર કરી હતી. ટીમ ઈન્ડિયા હવે 3 ઓક્ટોબરે નેધરલેન્ડ સામે તેની બીજી પ્રેક્ટિસ મેચ રમશે. આ મેચ તિરુવનંતપુરમમાં રમાશે.
આ પણ વાંચો: વર્લ્ડ કપમાં કિંગ કોહલી ઝંઝાવાત મચાવશે એવો દાવો કોણે કર્યો?