IND vs ENG Test: ત્રીજા દિવસે ઈંગ્લેન્ડનો ખેલ ખતમ! ટીમ ઈન્ડીયાની શાનદાર જીત
09 માર્ચ, 2024: ભારતે ઈંગ્લેન્ડને હરાવી દીધું છે. પાંચમી ટેસ્ટમાં અંગ્રેજોને ઈનિંગ અને 64 રને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. પહેલી ઈનિંગમાં 259 રનોથી પાછળ થયા બાદ બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ 195 રન પર ઓલઆઉટ થઈ ગઈ. આ રીતે ભારતે સીરીઝ 4-1થી જીતી લીધી છે ઈંગ્લેન્ડ માટે બીજી ઈનિંગમાં અંદાજિત જો રૂટે થોડો સંઘર્ષ કર્યો. પરંતુ, ત્યારબાદ આઉટ થઈ ગયો હતો.
5TH Test. India Won by an innings and 64 Run(s) https://t.co/jnMticFE4K #INDvENG @IDFCFIRSTBank
— BCCI (@BCCI) March 9, 2024
ભારતે ત્રણ દિવસમાં પાંચમી ટેસ્ટ જીતી
ભારતે પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને એક દાવ અને 64 રને હરાવ્યું છે. ધર્મશાળામાં માં રમાયેલી આ મેચ માત્ર ત્રણ દિવસમાં સમાપ્ત થઈ ગઈ હતી. ભારતનો પ્રથમ દાવ આજે પ્રથમ સત્ર દરમિયાન સમાપ્ત થયો હતો. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 218 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતનો પ્રથમ દાવ 477 રન પર સમાપ્ત થયો હતો. આ રીતે ટીમ ઈન્ડિયાને 259 રનની લીડ મળી ગઈ છે. ઈંગ્લેન્ડનો બીજો દાવ 195 રનમાં ઓલઆઉટ થઈ ગયો હતો અને ભારતનો એક દાવ અને 64 રનથી વિજય થયો હતો.
That series winning feeling 😃#TeamIndia 🇮🇳 complete a 4⃣-1⃣ series victory with a remarkable win 👏👏
Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vkfQz5A2hy
— BCCI (@BCCI) March 9, 2024
આજે ઈંગ્લેન્ડની આખી ટીમ બીજા દાવમાં પડી ભાંગી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચોની શ્રેણી 4-1થી જીતી લીધી છે. પોતાની 100મી ટેસ્ટ રમી રહેલા રવિચંદ્રન અશ્વિનનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તેણે પ્રથમ દાવમાં ચાર અને બીજી ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. આ સિવાય રોહિત શર્મા અને શુભમન ગીલે સદીની ઇનિંગ્સ રમી હતી. ટીમ ઈન્ડિયા પહેલા ટેસ્ટમાં હારી ગઈ હતી, પરંતુ ત્યારબાદ રોહિત એન્ડ કંપનીએ જબરદસ્ત વાપસી કરી અને બાકીની ચાર મેચ જીતી લીધી.
In the air and taken by Jasprit Bumrah! 💪
Kuldeep Yadav with the final wicket 😃
End of the match and series in Dharamsala ⛰️
Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/wlOYofabuC
— BCCI (@BCCI) March 9, 2024
મેચના બીજા દિવસે ભારતીય ટીમે 8 વિકેટના નુકસાન પર 473 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું અને માત્ર 4 રન ઉમેર્યા બાદ તે 477 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કુલદીપ યાદવ 30 રન બનાવી જેમ્સ એન્ડરસનનો શિકાર બન્યો હતો જ્યારે જસપ્રિત બુમરાહ શોએબ બશીરના હાથે આઉટ થયો હતો. એન્ડરસન આ મેચમાં 700 ટેસ્ટ વિકેટ લેનારો વિશ્વનો પ્રથમ ઝડપી બોલર બન્યો છે.
100મી ટેસ્ટમાં અશ્વિન ચમક્યો
ભારતીય ટીમના દિગ્ગજ સ્પિનર આર અશ્વિને ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ઈનિંગમાં એવી ઘાતક શરૂઆત કરી હતી જેણે ટીમની કમર તોડી નાખી હતી. બેન ડકેટ, જેક ક્રાઉલી અને ઓલી પોપ એક પછી એક આઉટ થયા અને ટીમને બેકફૂટ પર ધકેલી દીધી. આ પછી કેપ્ટન બેન સ્ટોક્સ ક્લીન બોલ્ડ થયો હતો અને ધમાકો થયો હતો. પ્રથમ દાવમાં 4 વિકેટ લેનાર આ બોલરે બીજી ઈનિંગમાં 5 વિકેટ ઝડપી હતી અને કુલ 9 વિકેટ લઈને તેની 100મી ટેસ્ટને યાદગાર બનાવી હતી.