ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ
Ind vs Eng T20 : અભિષેક શર્માની તોફાની સદી, ભારતે આપ્યો પહાડ જેવો ટાર્ગેટ
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/01/Abhishek-Sharma.jpg)
મુંબઈ, 2 ફેબ્રુઆરી : ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે 248 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 247 રન બનાવ્યા હતા. આ દરમિયાન અભિષેક શર્માએ ધમાકેદાર સદી ફટકારી હતી. અભિષેક શર્માએ 54 બોલનો સામનો કરીને 135 રન બનાવ્યા હતા. તેણે 13 સિક્સર અને 7 ફોર ફટકારી હતી. શિવમ દુબેએ 13 બોલમાં 30 રન બનાવ્યા હતા. તિલક વર્માએ 24 રનની ઇનિંગ રમી હતી. સંજુ સેમસને 16 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ 2 રન બનાવીને આઉટ થયો હતો. હાર્દિક પંડ્યા 9 રન બનાવીને આઉટ થયો હતો.
ઈંગ્લેન્ડ તરફથી બ્રેડન કારસે 3 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 38 રન આપ્યા હતા. માર્ક વૂડે 2 વિકેટ લીધી હતી. જેમી ઓવરટોન ટીમ માટે સૌથી મોંઘો સાબિત થયો હતો. તેણે 3 ઓવરમાં 48 રન આપીને 1 વિકેટ લીધી હતી. જોફ્રા આર્ચર અને આદિલ રાશિદને 1-1 વિકેટ મળી હતી.