T20 વર્લ્ડકપવર્લ્ડસ્પોર્ટસ

IND vs ENG Semifinal: ભારત-ઇંગ્લેન્ડ મેચ માટે ન રાખવામાં આવ્યો રિઝર્વ ડે, જાણો કારણ

Text To Speech
  • ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો આ મેચ વરસાદને કારણે પ્રભાવિત થશે તો ચોક્કસ વધારાનો સમય મળશે

ગુયાના, 26 જૂન: T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઇનલ મેચ ગુયાનામાં રમાશે. ભારત અને ઈંગ્લેન્ડની ટીમો એકબીજા સામે મેદાનમાં ઉતરશે. ત્યારે પહેલી સેમિફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. આ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. પરંતુ બીજી સેમિફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો આ મેચ વરસાદને કારણે પ્રભાવિત થશે તો ચાહકોને પરિણામની રાહ જોવી પડી શકે છે.

T20 વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. આ મેચ ત્રિનિદાદમાં રમાશે. જો આ મેચ દરમિયાન વરસાદ પડશે તો તેના માટે વધારાનો સમય મળશે. જો અતિશય વરસાદને કારણે મેચ ન રમી શકાય તો પણ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે, જેથી તે મેચ રિઝર્વ ડેના દિવસે પણ રમી શકાય છે. પરંતુ બીજી સેમિફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી.

ભારત-ઈંગ્લેન્ડ મેચ માટે રિઝર્વ ડે કેમ ન રાખવામાં આવ્યો?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગુરુવારે ગુયાનામાં બીજી સેમીફાઈનલ મેચ રમાવાની છે. આ પછી શનિવારે ફાઇનલ મેચ રમાવાની છે. બીજી સેમિફાઇનલ અને ફાઇનલ વચ્ચે માત્ર એક દિવસનો સમય છે. આ કારણોસર બીજી સેમિફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો આ મેચ વરસાદના કારણે રદ્દ થશે તો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં જશે. પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમ ટોપ પર છે.

ગુયાનામાં વરસાદની શક્યતા

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ દરમિયાન ગુયાનામાં વરસાદની સંભાવના છે. જો વધારે વરસાદ થશે તો મેચ રદ્દ થશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા ફાઈનલમાં રમ્યા વિના પહોંચી શકે છે. આ T20 વર્લ્ડ કપમાં ભારતનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. ટીમ ઈન્ડિયા એક પણ મેચ હારી નથી. આથી ઈંગ્લેન્ડ માટે ભારતીય ટીમનો સામનો કરવો કંઈ સરળ નહીં હોય, તેને ભારતીય ટીમ સામે મેચમાં જીત આસાન નહીં હોય.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા સામે ભારતની જીતને પચાવવી પાકિસ્તાની પૂર્વ ક્રિકેટરો માટે બની મુશ્કેલ, લગાવ્યો આરોપ

Back to top button