ટોપ ન્યૂઝસ્પોર્ટસ

આજથી ટીમ ઈન્ડિયાની ઈંગ્લેન્ડ સામે વન-ડે સિરિઝ, ક્યા ખેલાડીઓ પર રહેશે સૌની નજર ?

Text To Speech

આજથી ભારતની ઈંગ્લેન્ડ સામે વન-ડે શ્રેણી શરૂ થઈ રહી છે તેની સાથે જ ભારતીય ટીમને ખેલાડીઓ લાંબા સમય બાદ ફરી એક વખત લોંગ ફોર્મેટ માટે પીચ પર જોવા મળશે. ઈંગ્લેન્ડ સામેની ટી-20 સિરિઝમાં ભારતનો દેખાવ ઉત્તમ રહ્યો છે. તે જોતાં કેપ્ટન રોહિતનું માનવું છે કે ટીમનું પ્રદર્શન આક્રમક જ રહેશે. તેમજ રોહિતનું માનવું છે કે, ને તેના સાથી ખેલાડીઓ પ્રથમ બોલથી જ લોંગ શોટ્સ રમવાનું ટાળશે.

ટી-20 વર્લ્ડ કપ માટે ટીમની તૈયારી શરૂ

ઓસ્ટ્રેલિયા ખાતે ચાલુ વર્ષના અંત ભાગમાં રમાનારા આઇસીસી ટી20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને રોહિત જણાવ્યું હતું કે વ્હાઇટ બોલ ફોર્મેટમાં હવે પ્રત્યેક મેચ ટીમ માટે મહત્ત્વપૂર્ણ રહેશે. વન-ડે ક્રિકેટને વધારે પ્રાધાન્ય આપવાનું નથી તેવું વિચારીને અમે રમી શકીએ નહીં. બીજી તરફ અમારે પ્રત્યેક ખેલાડીના વર્કલોડને પણ ધ્યાનમાં રાખવાનો છે. અમે કેટલાક ફેરફાર કરીશું પરંતુ અમારો ટાર્ગેટ મેચ જીતવાનો જ રહેશે. હવે 50 ઓવરની મેચને ટી-20ની લોંગેસ્ટ ફોર્મેટ તરીકે માનવામાં આવે છે.

ધવન અને પંડ્યા પર સૌની નજર

લાંબા સમય પછી ધવન ટીમનો ભાગ બનશે ભારતીય ટીમે ઓવલ ખાતે વૈકલ્પિક પ્રેક્ટિસ સેશન ગોઠવ્યું હતું જેમાં ટી20થી વન-ડે શ્રોણીમાં થયેલા ફેરફાર સાથે તાલમેલ બેસાડવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. વન-ડેમાં જ ભારતનું પ્રતિનિધિત્વ કરતા શિખર ધવન જેવા ખેલાડીઓ માટે ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની શ્રોણી મહત્ત્વપૂર્ણ પુરવાર થશે કારણ કે વેસ્ટ ઇન્ડિઝના આગામી પ્રવાસમાં ધવને ટીમનું નેતૃત્વ કરવાનું છે. ઇન્ટરનેશનલ સ્તરે મર્યાદિત તક મળી હોવા છતાં ડાબોડી ઓપનર ધવને સતત સારો દેખાવ કર્યો છે.

આ પણ વાંચો : વિરાટ કોહલી ઈજાગ્રસ્ત, ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડેમાંથી થઈ શકે છે બહાર

ધવન વન-ડે અને આઇપીએલમાં સતત સારો દેખાવ કરતો આવ્યો છે. બીજી તરફ સિનિયર ખેલાડી ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ, જોઇ રુટ અને જોની બેરિસ્ટો જેવા મેચવિનર ખેલાડીઓ ટીમમાં પરત ફરતા ઇંગ્લેન્ડ વધારે મજબૂત થયું છે. ઇંગ્લેન્ડ પાસે લાંબી બેટિંગ લાઇન-અપ છે અને નવા બોલર્સ પણ પોતાની ક્ષમતા પુરવાર કરવાનો પ્રયાસ કરશે

હાર્દિક પંડ્યા પણ આશરે 351 દિવસ બાદ ભારતીય ટીમ વનડે મેચ રમતા જોવા મળશે. તેણે તેની છેલ્લી ODI શ્રીલંકા સામે 23 જુલાઈ 2021ના રોજ તેના ઘરે રમી હતી. ત્યારથી પંડ્યા ક્રિકેટના આ ફોર્મેટમાંથી બહાર ચાલી રહ્યો છે. પરંતુ, તેને ઈંગ્લેન્ડ વિરૂદ્ધ વનડે રમવા જોવા માટે ક્રિકેટ ચાહકોની રાહ આજે બંધ થઈ શકે છે. આજે ઓવલ મેદાન પર હાર્દિક પંડ્યા રિટર્ન્સ જોવા મળી શકે છે. જોકે, જ્યારે હાર્દિક પંડ્યા 351 દિવસની વનડેમાં વાપસી કરશે ત્યારે તેની સામે 3 વર્ષ જૂનો પડકાર પણ ઉભો રહેશે.

Back to top button