IND vs ENG: ભારતે ઈંગ્લેન્ડને આપ્યો 230 રનનો ટાર્ગેટ
- વર્લ્ડ કપ 2023ની 29મી મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ લખનઉના એકા સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
WORLD CUP 2023: ICC ક્રિકેટ વર્લ્ડ કપની આજે (29 ઓક્ટોબર) 29મી મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લખનઉના એકા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતની ટીમે ઈંગ્લેન્ડની ટીમને 230 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ભારતીય ટીમને બેટિંગ આપી હતી.
ભારતીય ટીમ વતી રોહિત શર્માએ 101 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા ફટાકારીને 87 રન બનાવ્યા હતા, ત્યાર પછી સૂર્યકુમાર યાદવે 47 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકારીને 49 રન બનાવ્યા હતા. જોકે ભારતની આખી ટીમ 50 ઓવરમાં 229 રન બનાવ્યા છે.
ઈંગ્લેન્ડ તરફથી ડેવિડ વિલી 10 ઓવર નાખીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે ક્રિસ વોક્સ અને આદિલ રશીદ 2-2 વિકેટ ઝડપી હતી, તો માર્ક વુડ 1 વિકિટ ઝડપી હતી. જ્યારે એક ખેલાડી રન આઉટ થયો હતો. આમ ઈંગ્લેન્ડ ટીમે 50 ઓવરમાં ભારતીય ટીમની 9 વિકેટ ઝડપી હતી.
ભારત અને ઈંગ્લેન્ડ મેચના ખેલાડીઓ:
ભારતની પ્લેઇંગ ઇલેવન: રોહિત શર્મા (C), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (W), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ
ઈંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન: જોની બેરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, બેન સ્ટોક્સ, જોસ બટલર (w/c), લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, ક્રિસ વોક્સ, ડેવિડ વિલી, આદિલ રાશિદ, માર્ક વૂડ
લખનઉના એકા સ્ટેડિયમના આંકડા:
લખનઉના એકાના સ્ટેડિયમમાં અત્યાર સુધી 7 વનડે મેચ રમાઈ છે જેમાં 4 વખત પ્રથમ બોલિંગ કરનાર ટીમને જીત મળી છે. આ 7 મેચોમાં માત્ર એક વખત 300 રનનો આંકડો પાર થયો છે. આ મેદાન પર સૌથી લોએસ્ટ સ્કોર 177 રનનો છે જે ઓસ્ટ્રેલિયાએ આ જ વર્લ્ડ કપમાં બનાવ્યો હતો.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાએ મેદાન ઉપર આ રીતે આપી બિશનસિંઘ બેદીને શ્રદ્ધાંજલિ