કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ગોંડલ બાદ રાજકોટના મેળામાં પણ દુર્ઘટના સર્જાઈ, જાણો શું થયું ?

Text To Speech

રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં ચાલી રહેલા લોકમેળામાં દુર્ઘટના સર્જાઈ છે જેમાં એક યુવાન ચાલુ રાઈડ દરમિયાન નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જો કે, રાઈડ સંચાલકની સમય સુચકતા કારણે તાત્કાલિક રાઈડ બંધ કરી યુવકને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અગાઉ બે દિવસ પહેલા ગોંડલમાં પણ આ જ પ્રકારે દુર્ઘટના બની હતી. જેના પગલે મેળો બંધ કરાવવામાં આવ્યો હતો.

બ્રેકડાન્સ રાઈડમાં દુર્ઘટના સર્જાઈ, સદનસીબે યુવક બચી ગયો

આ અંગે મળતી વિગતો મુજબ, રાજકોટના લોકમેળાનો કાલે ત્રીજો દિવસ હતો અને જન્માષ્ટમી હોવાથી મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ત્યારે જ લોકમેળાના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે આવેલી બીજી જ રાઈડમાં આજે એક દુર્ઘટના સર્જાઈ છે, જેમાં બ્રેક ડાન્સ નામની રાઇડમાં એક યુવક રાઇડની મજા માનતો હતો, અને હસતો હસતો મેળાની મજા લેતો હતો અચાનક બીજી સેકન્ડે યુવક રાઇડમાંથી નીચે પટકાયો હતો અને માથાના ભાગે ઉપર ખાડો થઇ જતા ગંભીર ઇજા પહોંચી હતી. રાઇડ સંચાલકે સમય સુચકતા કારણે તત્કાલીન રાઈડ બંધ કરી યુવકને નીચે ઉતારી રાઇડના જ સંચાલકોએ નજીકમાં મેળાના ગેઇટ પાસે ઊભેલી એમ્બ્યુલન્સ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

Back to top button