IND vs BAN TEST : ચોથા દિવસના અંતે બાંગ્લાદેશ 272/6, ભારતને જીત માટે 4 વિકેટની જરૂર
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ચટ્ટોગ્રામમાં રમાઈ રહી છે. આ મેચમાં ચોથા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. બાંગ્લાદેશે બીજા દાવમાં છ વિકેટ ગુમાવીને 272 રન બનાવ્યા છે. હવે બાંગ્લાદેશને જીતવા માટે 241 રનની જરૂર છે. તે જ સમયે, ભારતીય ટીમને આ મેચ જીતવા માટે 4 વિકેટની જરૂર છે.
આ પણ વાંચો : ગુજરાતના આ જાણીતા ક્રિકેટના ખાતા કરાયા સીઝ, જાણો શું છે સમગ્ર મામલો
કેવો રહ્યો મેચનો ચોથો દિવસ ?
ચોથા દિવસને અંતે 513 રનના લક્ષ્યાંકનો પીછો કરતા બાંગ્લાદેશે 6 વિકેટ ગુમાવીને 272 રન બનાવ્યા છે. બાંગ્લાદેશને આ મેચ જીતવા માટે હવે 241 રનની જરૂર છે. આ ઉપરાંત ટીમ ઈન્ડિયાએ જીત માટે 4 વિકેટ લેવાની જરૂર છે. હાલ બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન 40 રને અને મેહિદી હસન મિરાજ 9 રને રમી રહ્યા છે. આ બાંગ્લાદેશની છેલ્લી જોડી છે, જે બેટિંગ કરી શકે છે. આ પછી બોલરો આવવાના બાકી છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશની જીતવાની શક્યતા ઘણી ઓછી છે, જ્યારે ભારતને જીતવા માટે આ જોડીને તોડવી જરૂરી છે. આ પછી ટીમ ઈન્ડિયા સરળતાથી મેચ જીતી શકે છે.
India edge closer to a victory at the end of day four in Chattogram!#BANvIND | #WTC23 | ???? https://t.co/ym1utFHoek pic.twitter.com/NJz2YWe42o
— ICC (@ICC) December 17, 2022
બાંગ્લાદેશ તરફથી ઝાકિર હસને તેના ડેબ્યુ મેચમાં સદી ફટકારી હતી. નજમુલ હસને 67 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ભારત તરફથી અક્ષર પટેલે આજે 3 વિકેટ ઝડપી હતી. તે જ સમયે, ઉમેશ યાદવ, રવિચંદ્રન અશ્વિન અને કુલદીપ યાદવને 1-1 વિકેટ મળી હતી.
અત્યાર સુધીની મેચમાં શું થયું?
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 404 રન બનાવ્યા હતા. પૂજારા 90, શ્રેયસ અય્યર 86 અને રવિચંદ્રન અશ્વિન 58 રને આઉટ થયા હતા. જ્યારે બાંગ્લાદેશ તરફથી તૈજુલ ઈસ્લામ અને મેહદી હસન મિરાજે 4-4 વિકેટ લીધી હતી. જવાબમાં બાંગ્લાદેશની ટીમ માત્ર 150 રન જ બનાવી શકી હતી. ત્યારે મુશ્ફિકુર રહીમે સૌથી વધુ 28 અને મેહદી હસને 25 રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે 5 અને મોહમ્મદ સિરાજે 3 વિકેટ ઝડપી હતી.
ત્યાર પછી ભારતની બીજી ઈનિંગ્સ દરમ્યાન શુભમન ગિલના 110 અને ચેતેશ્વર પૂજારાના 102 રનની મદદથી ભારતે 2 વિકેટના નુકસાને 258 રન બનાવ્યા હતા. પુજારાની સદી સાથે કેપ્ટન રાહુલે ઇનિંગ્સ ડિકલેર કરી હતી. બીજા દાવમાં બાંગ્લાદેશ તરફથી ખાલેદ અહેમદ અને મેહદી હસને 1-1 વિકેટ લીધી હતી. ભારતે કુલ 512 રન સાથે તેનો બીજો દાવ ડિકલેર કર્યો અને બાંગ્લાદેશને જીતવા માટે 513 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં બાંગ્લાદેશે ચોથા દિવસની રમત પૂરી થવા સુધી 6 વિકેટ ગુમાવીને 272 રન બનાવ્યા છે.