IND vs BAN:ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની આજે પહેલી મેચ, આ રીતે ફ્રીમાં જોઈ શકશો લાઈવ મેચ

India vs Bangladesh live: ટીમ ઈંડિયા આજથી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના શ્રીગણેશ કરવા જઈ રહી છે. આજે આ આઈસીસી ટૂર્નામેન્ટની બીજી મેચ છે. જેમાં ભારત અને બાંગ્લેદશની ટીમો આમને સામને હશે. આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વની હશે. કારણ કે એક હારનો મતલબ ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનો છે. આ વાતનું ધ્યાન કપ્તાન રોહિત શર્માને જરુરથી હશે. આ દરમ્યાન ડે અને નાઈટ રમાવા જઈ રહેલી આ મેચ તમે ટીવી અને મોબાઈલ પર કેવી રીતે જોઈ શકશો, તે જાણી લેવું જરુરી છે. સાથે જ મેચ કેટલા વાગ્યે શરુ થશે અને ટોસ ક્યારે થશે એ પણ અહીં જાણી શકશો.
ટીમ ઈંડિયા દુબઈમાં રમશે પોતાની મેચ, બપોરે અઢી વાગ્યે શરુ થશે મેચ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈંડિયા પોતાની તમામ મેચ દુબઈમાં રમશે. આ જ કારણ છે કે હાલમાં ભારત અને બાંગ્લાદેશની ટીમો દુબઈમાં છે. છેલ્લા બે દિવસથી સતત ફોટો અને વીડિયો આવી રહ્યા છે, જેમાં ટીમ ઈંડિયા પોતાની તૈયારીઓ કરી રહી છે.ટીમના કપ્તાન રોહિત શર્મા અલગ અલગ તમામ ખેલાડીઓ સાથે વાત કરી રણનીતિ પર કામ કરવા માટે ભાર આપી રહ્યા છે. આજે રોહિત અને આખી ટીમ ઈંડિયાની પરીક્ષા થશે. મેચના ટાઈમિંગની વાત કરીએ તો, બપોરે બે કલાકને 30 મિનિટ પર રમાશે. તેના અડધા કલાક પહેલા ટોસ થશે. જોવાનું એ રહેશે કે ટોસની બાજી કોણ જીતે છે એ તો ટોસના સમયે બંને ટીમો તરફથી આ વાતનો ખુલાસો થઈ જશે.
આવી રીતે જોઈ શકશો ભારત વિરુદ્ધ બાંગ્લાદેશની મેચ
ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ મેચને લાઈવ જોવાની જ્યાં સુધી વાત છે જો આપ ટીવી પર મેચ જોવા માગો છો તો આપ સ્ટાર સ્પોર્ટ્સ 1 પર મેચ જોઈ શકશો. આ ઉપરાંત આ મેચને તમે સ્પોર્ટ્સ 18 પર પણ જોઈ શકશો. બંને ચેનલ પર લાઈવ મેચ જોઈ શકાશ. સાથે જ જો આપ મોબાઈલ દ્વારા મેચ જોવા માગો છો અથવા સ્માર્ટ ટીવી પર તો તેના માટે જિયો હોટ સ્ટાર પર જવાનું રહેશે. જે એપ પહેલા ડિઝ્ની પ્લેસ હોટ સ્ટાર છે. તે જિયો હોટ સ્ટાર થઈ ગયું છે. એટલા માટે કોઈ મોટી વાત નથી. ડિઝ્ની પ્લસ હોટ સ્ટાર હવે ખતમ થઈ ગયુ છે. જિયો સિનેમા પર મેચ આપ જોઈ શકશો નહીં. આપ મેચ દરમ્યાન કોમેન્ટ્રી સાંભળવા માટે કોઈ પણ ભાષાની પસંદગી કરી શકશો.
ભારતીય ટીમ- રોહિત શર્મા (કપ્તાન) શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, ઋષભ પંત, વોશિંગટન સુંદર
બાંગ્લાદેશ ટીમ- સૌમ્ય સરકાર, તંજીદ હસન, નઝમુલ હુસૈન શાન્તો, ઝાકર અલી, મુશ્ફિકુર રહીમ, મહમુદ્દુલ્લાહ મેહદી હસન મિરાજ,તસ્કીન અહમદ, તંઝીમ હસન સાકિબ, નાહિદ રાણા, મુસ્તફિઝુર રહમાન, તૌહીદ હ્દયોપ, રિશાદ હુસૈન, પરવેઝ હુસૈન એમોન, નસુમ અહમદ
આ પણ વાંચો: હું શીશમહેલમાં રહીશ નહીં: મુખ્યમંત્રી પદના શપથ લેતા પહેલા રેખા ગુપ્તાએ ચોખવટ કરી દીધી