ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND VS BAN : જયદેવ ઉનડકટની 12 વર્ષ બાદ જોરદાર વાપસી, બાંગ્લાદેશ 227 પર ALLOUT

Text To Speech

IND VS BAN :  ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે બીજી ટેસ્ટ શ્રેણીની પ્રથમ રમત પૂરી થઇ ત્યારે પ્રથમ દિવસ ના અંતે બાંગ્લાદેશ 227 રન 10 વિકેટ ગુમાવી હતી ત્યારે ભારત 8 ઓવર ના અંતે 19 રનએ કોઈ વિકેટ ગુમાવી ન હતી.

આ બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કરયો હતો.ત્યારે બાંગ્લાદેશ તરફથી સોંથી વધુ મોમિનુલ હકએ 157 બોલમાં 84 રન બનાવ્યા હતા.અને નઝમુલ હસન અને ઝાકિરે પ્રથમ વિકેટ માટે 39 રન જોડ્યા હતા. ત્યારે 12 વર્ષ બાદ ટેસ્ટમાં વાપસી કરનાર જયદેવ ઉનડકટે ભારતને પ્રથમ સફળતા અપાવી હતી અને ભારત તરફથી ઉમેશ યાદવ અને રવિ ચંદ્ર અશ્વિનએ  4-4 વિકેટ લીધી હતી,તેમજ જયદેવ ઉનકટએ પણ બે વિકેટ લીધી હતી.

પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ભારતે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 19 રન બનાવી લીધા છે. લોકેશ રાહુલ ત્રણ અને શુભમન ગિલ 14 રન બનાવીને રમી રહ્યા છે. ભારતીય ટીમ હજુ પણ બાંગ્લાદેશના સ્કોરથી 208 રન પાછળ છે.

જોકે, ભારતની તમામ 10 વિકેટો બાકી છે. ટીમ ઈન્ડિયા મેચના બીજા અને ત્રીજા દિવસે બેટિંગ કરીને મોટો સ્કોર કરવા ઈચ્છશે. આ સાથે જ બાંગ્લાદેશની ટીમ ભારતને ઝડપથી કવર કરીને પ્રથમ દાવમાં લીડ લેવાનો પ્રયાસ કરશે.

Back to top button