ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ કપસ્પોર્ટસ

ભારત સામેની મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગ કરવાનો કર્યો નિર્ણય

Text To Speech
  • ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ક્રિકેટ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીત્યો
  • બાંગ્લાદેશના કેપ્ટને ટોસ જીતીને બેટિંગ કરવાનો કર્યો નિર્ણય

IND VS BAN : ICC ODI વર્લ્ડ કપ 2023ની 17મી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. જેમાં ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામેની વનડે મેચ માટે પ્રથમ વખત મેદાનમાં ઉતરશે. બંને ટીમો વચ્ચે ટોસ ઉલાડવામાં આવ્યો છે. જેમાં બાંગ્લાદેશના કેપ્ટને ટોસ જીત્યો છે અને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

ભારતની પ્લેઈંગ ઈલેવન ટીમ

બાંગ્લાદેશ સામે ભારતની પ્લેઇંગ ઈલેવનની ટીમમાં રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ.રાહુલ (વિકેટકીપર), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બાંગ્લાદેશની પ્લેઇંગ ઈલેવન ટીમ

ભારત સામે બાંગ્લાદેશની પ્લેઇંગ ઈલેવન ટીમમાં લિટન દાસ, તંજીદ હસન, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મેહદી હસન મિરાજ, તૌહીદ હૃદયોય, મુશફિકુર રહીમ (વિકેટકીપર), મહમુદુલ્લાહ, નસુમ અહેમદ, હસન મહમૂદ, મુસ્તફિઝુર રહેમાન, શરીફુલ ઈસ્લામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે શાકિબ અલ હસન આ મેચમાં રમી રહ્યો નથી. જેથી તેની ગેરહાજરીમાં નઝમુલ હસન શાંતો બાંગ્લાદેશની કેપ્ટનશીપ કરી રહ્યો છે.

 

વર્લ્ડ કપ 2023નું પોઈન્ટ ટેબલ

icc point table
ICC POINT TABLE
courtecy :@icc

વર્લ્ડ કપમાં બંને ટીમોએ અત્યારસુધીમાં કેટલી મેચો જીતી ?

ટીમ ભારત

  1. 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ 6 વિકેટે જીતી
  2. 11 ઓક્ટોબરે દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે ભારતીય ટીમ 8 વિકેટે જીતી
  3. 14 ઓક્ટોબરે અમદાવાદમાં પાકિસ્તાન સામે ભારતીય ટીમ 7 વિકેટે મેચ જીતી

ટીમ બાંગ્લાદેશ

  1. 7 ઓક્ટોબરે ધરમશાલામાં અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશ ટીમ 6 વિકેટે જીતી
  2. 10 ઓક્ટોબરે ધરમશાલામાં ઈગ્લેન્ડ સામે બાંગ્લાદેશ ટીમ 137થી હારી
  3. 13 ઓક્ટોબરે ચેન્નાઈમાં ન્યુઝીલેન્ડ સામે બાંગ્લાદેશ ટીમ 8 વિકેટથી હારી

આ પણ વાંચો :ન્યૂઝીલેન્ડે અફઘાનિસ્તાનને 149 રનથી હરાવ્યું, કીવી ટીમ ટેબલમાં ટોચ પર પહોંચી

Back to top button