સ્પોર્ટસ

IND vs BAN : આજથી શરુ થનારી વન ડે મેચમાં બાંગ્લાદેશે જીત્યો ટોસ

ભારતીય ક્રીકેટ ટીમ આજથી બાંગલાદેશ પહોંચી ગઇ છે. અને ટીમ ઈન્ડિયા આખા ડિસેમ્બર સુધી અહીં રહેશે, જ્યાં બંને ટીમો વચ્ચે ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. આ સીરિઝમાં રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ પોતાની પૂરી તાકાત સાથે ઉતરી રહી છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજથી વન ડે મેચ શરૂ થનારી મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. મહત્વનું છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજથી વન ડે મેચની શરૂઆત થઇ ગઇ છે. ભારતીય ટીમ સાત વર્ષ બાદ બાંગ્લાદેશ પ્રવાસે પહોંચી છે. આ વખતે બંને ટીમો વચ્ચે શ્રેણીની પ્રથમ બે વનડે ઢાકામાં અને છેલ્લી મેચ ચટગાંવમાં રમાશે. ભારત અને બાંગ્લાદેશની ટીમો હવે ODI શ્રેણીમાં સામસામે ટકરાશે. ભારતીય ક્રિકેટ ટીમ આગામી બાંગ્લાદેશ પ્રવાસ પર યજમાન ટીમ સાથે 3 ODI અને 2 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા 4 ડિસેમ્બરે વનડે મેચથી પ્રવાસની શરૂઆત કરશે.

સિનિયર ખેલાડીઓની વાપસી

આ સીરીઝમાંથી કેપ્ટન રોહિત શર્મા સહિત ઘણા સિનિયર ખેલાડીઓ મેદાનમાં પરત ફરશે. આ સીરીઝ માટે ધવન પણ ટીમ સાથે છે જે ક્રાઈસ્ટચર્ચથી સીધો ઢાકા પહોંચ્યો હતો. વિરાટ કોહલી, કેએલ રાહુલ જેવા સિનિયર ખેલાડીઓ પણ ટી-20 વર્લ્ડ કપ-2022 બાદ પ્રથમ વખત મેદાન પર જોવા મળશે.

ભારતની વનડે ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વૉશિંગટન સુંદર, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર, યશ દલાલ.

વન ડે મેચનું શિડિયુઅલ

આજથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શ્રેણીની પ્રથમ બે વનડે ઇન્ટરનેશનલ મેચ બાંગ્લાદેશના ઢાકામાં રમાશે. જ્યારે બીજી વન ડે મેચ પણ ઢાકાના શેરે બાંગ્લાદેશ નેશનલ સ્ટેડિયમમાં 7 ડિસ્મ્બરે બુધવારે રમાશે. તેમજ ત્રીજી વન ડે મેચ 10 ડિસેમ્બરે ચટગ્રામના જહુર અહમદ ચૌધરી સ્ટેડિયમમાં રમાશે.

ટેસ્ટ સિરિઝનું શેડ્યુઅલ

બાંગ્લાદેશ અને ભારત વચ્ચેની ટેસ્ટ સિરિઝ 14 થી 18 ડિસેમ્બરે ચટગ્રામમાં રમાશે જ્યારે બીજી ટેસ્ટ સિરિઝ 22 થી 26 ડિસેમ્બરે ઢાકામાં રમાશે

Back to top button