ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજથી ત્રણ વનડે મેચની સીરિઝનો પહેલો મેચ રમાયો હતો જેમાં બાંગ્લાદેશની 1 વિકેટે જીત થઈ છે. 187 રનનો ટાર્ગેટ પૂરો કરવા માટે ઉતરેલી બાંગ્લાદેશની ટીમે જલ્દી જલ્દી પોતાની 9 વિકેટ ગુમાવી દીધી હતી અને મેચ ભારતે પોતાની તરફ ખેંચી લીધો હતો. દરમિયાન છેલ્લી વિકેટ માટે 51 રનની ભાગીદારીએ ભારતના મોઢામાંથી મેચ છીનવી લીધો હતો. જેના કારણે ભારતીય દર્શકો નિરાશ થયા હતા.
બાંગ્લાદેશે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી
બાંગ્લાદેશ સાથે ત્રણ મેચની પહેલી મેચ ઢાકા ખાતે આજે રમાઈ હતી. જેમાં ટોસ જીતી બાંગ્લાદેશે ભારતને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. જેમાં ભારતે માત્ર 186 રન બનાવી શક્યું હતું. બીજી તરફ 187 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમની શરૂઆત નબળી રહી હતી અને એક બાદ એક વિકેટો પડવા લાગી હતી. ત્યારબાદ અંતિમ વિકેટની જોડીએ માત્ર 42 બોલમાં 51 રનની ભાગીદારી નોંધાવી ભારતના મોઢામાંથી જીતનો કોળીયો છીનવી લીધો હતો.