ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ કપસ્પોર્ટસ

વર્લ્ડકપમાં કરોડો ભારતીયોનું સપનું રોળાયું, ભારતની હાર, ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત બન્યું ચેમ્પિયન

Text To Speech

2023 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં કરોડો ભારતીયોનું સપનું રોળાયું છે. ઓસ્ટ્રેલિયાએ ભારતને છ વિકેટે હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાની આ જીતના હીરોટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેન હતા.

ટાઇટલ મેચમાં 242 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ માત્ર 47 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી હેડે 120 બોલમાં 137 રન બનાવ્યા અને લાબુશેને 58 રનની અણનમ ઇનિંગ રમીને પોતાની ટીમને જીત અપાવી. ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે.

ફાઈનલ મેચમાં કોઈ પણ ભારતીય બોલરનો જાદુ ઓસ્ટ્રેલિયાની ટીમ સામે ચાલ્યો નહીં. જો કે, બુમરાહ અને શમીએ શરૂઆતની ઓવરોમાં ભારતની આશા જગાવી હતી, પરંતુ પછી બંને કોઈ ચમત્કાર કરી શક્યા નહોતા.

Back to top button