ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

Women’s T20 World Cup: આજે ભારત-ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ મેચ

Text To Speech

દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલા મહિલા T20 વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઈનલ આજે રમાશે. આ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમો વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ કેપટાઉનના ન્યુલેન્ડ્સ મેદાન પર રમાશે. ભારતીય ટીમ સતત ત્રીજી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી છે. આ મેચમાં ભારતનો ઇરાદો ઓસ્ટ્રેલિયાને હરાવી ફાઇનલમાં પ્રવેશ કરવાનો રહેશે. જો કે બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર થશે.

વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સફર

ICC મહિલા T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સફર અત્યાર સુધી શાનદાર રહી છે. ભારતે 4માંથી 3 મેચ જીતીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય મહિલા ટીમે ટી20 વર્લ્ડ કપમાં જીત સાથે શરૂઆત કરી હતી. પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટે હરાવ્યું હતું. ઈંગ્લેન્ડ સામેની ત્રીજી મેચમાં ભારતનો પરાજય થયો હતો. જ્યારે ચોથી મેચમાં ભારતીય મહિલા ટીમે આયર્લેન્ડને 5 રને હરાવીને અંતિમ ચારમાં જગ્યા બનાવી લીધી છે.

આ પણ વાંચોઃ મહિલા T20 વર્લ્ડ કપની આજથી શરૂઆત, ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની સાથે ટકરાશે ?

અજેય ઓસ્ટ્રેલિયા

મહિલા ટી20 વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ અજેય રહી હતી. આ દરમિયાન કાંગારૂ મહિલા ટીમે ન્યૂઝીલેન્ડને 97 રનથી, બાંગ્લાદેશને 8 વિકેટે, શ્રીલંકાને 10 વિકેટથી અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમને તેમના ગ્રુપમાં 6 વિકેટથી હરાવ્યું હતું. આ રીતે ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ મહિલા ટી20 વર્લ્ડ કપ 2023ની સેમી ફાઇનલમાં એકપણ મેચ હાર્યા વિના પહોંચવામાં સફળ રહી હતી.

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર, રિચા ઘોષ, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, શિખા પાંડે, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ.

ઑસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન: એલિસા હીલી, બેથ મૂની, મેગ લેનિંગ, એલિસે પેરી, એશ્લે ગાર્ડનર, તાહલિયા મેકગ્રા, ગ્રેસ હેરિસ, જ્યોર્જિયા વેરહેમ, અલાના કિંગ, મેગન શુટ, ડી’આર્સી બ્રાઉન.

Back to top button