ટ્રેન્ડિંગસ્પોર્ટસ

IND VS AUS TEST : ભારત સામેની ત્રીજી ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ઝટકો, પેટ કમિન્સ બહાર

IND VS AUS TEST : ભારત અને ઓસ્ટ્રેલિયાની ત્રીજી ટેસ્ટ મેચ 1 થી 5 માર્ચએ ઇન્દોર રમાવાની છે.તે પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. પેટ કમિન્સએ 1 માર્ચથી ઈન્દોરમાં રમાનાર ત્રીજી મેચમાંથી બહાર થઈ ગયો છે.પેટ કમિન્સ બીજી મેચ પૂરી થયા બાદ ઓસ્ટ્રેલિયા પરત ફર્યો છે અને તે હવે આગામી મેચમાં ભારત પરત આવશે નહીં. આ અંગેની માહિતી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આપી છે.

હવે ભારત અને ઓસ્ટ્રેલિયાની ત્રીજી ટેસ્ટ મેચમાં પેટ કમિન્સની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથ ઈન્દોરમાં રમાનારી ટેસ્ટમાં કેપ્ટનશિપ કરશે. ઓસ્ટ્રેલિયાએ ભારત સામે સતત બીજી ટેસ્ટ બાદ પેટ કમિન્સએ ગયા અઠવાડિયે સિડની ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પેટ કમિન્સની માતાની તબિયત સારી ન હોવાથી તે ઓસ્ટ્રેલિયા પરત ગયો છે. બાદ કમિન્સ ગયા અઠવાડિયે સિડની ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કમિન્સની માતાની તબિયત સારી નથી. આગામી ટેસ્ટ મેચ માં 9 દિવસનો સમય હોવાથી આશા હતી કે 29 વર્ષીય કમિન્સ બુધવારથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટ માટે ભારત પરત ફરશે, પરંતુ આ શક્ય બન્યું નહીં.આ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયાની ચોથી ટેસ્ટમાં તે ભારત પરત ફરશે કે નહી તે જોવું રહ્યું.

પેટ કમિન્સે શું કહ્યું ?

કમિન્સે કહ્યું, ‘મેં આ સમયે ભારત પરત નહીં ફરવાનો નિર્ણય કર્યો છે. મને લાગે છે કે હું અહીં મારા પરિવાર સાથે છું. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને સાથીઓ તરફથી મળેલા સમર્થન બદલ હું આભાર વ્યક્ત કરું છું.

ભારત અને ઓસ્ટ્રેલિયાની ત્રીજી ટેસ્ટ મેચમાં સ્ટીવ સ્મિથ કરશે કેપ્ટનશિપ

સ્ટીવ સ્મિથ બીજી ટેસ્ટ પૂરી થયા બાદ પત્ની સાથે થોડા દિવસની ટ્રીપ માટે દુબઈ ગયો હતો. સ્ટીવ સ્મિથને આ માહિતી મળી હતી. 2021માં વાઈસ-કેપ્ટન્સીની જવાબદારી નિભાવી હતી.

સ્ટીવ સ્મિથ 2014 અને 2018 વચ્ચેની મેચમાં કરી હતી કેપ્ટનશિપ

સ્મિથ 2014 અને 2018 ની વચ્ચે 34 ટેસ્ટ મેચોમાં ટીમની કેપ્ટનશિપ કરી હતી. કેપ્ટન હતો. આ દરમ્યાન 2017માં ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ પણ સામેલ છે. આ દરમ્યાન પ્રવાસમાં સ્મિથે ત્રણ સદી પણ ફટકારી હતી. પરંતુ ભારત સામે અત્યાર સુધી 4 ઇનિંગ્સમાં 23.66ની એવરેજથી 71 રન બનાવ્યા છે.

ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ 2023 (બાકીની મેચો)

• ત્રીજી ટેસ્ટ – 1 થી 5 માર્ચ (ઇન્દોર)
• ચોથી ટેસ્ટ – 9 થી 13 માર્ચ (અમદાવાદ)
• પ્રથમ ODI – 17 માર્ચ (મુંબઈ)
• બીજી ODI – માર્ચ 19 (વિશાખાપટ્ટનમ)
• ત્રીજી ODI – 22 માર્ચ (ચેન્નઈ)

આ પણ વાંચો : PV સિંધુએ બદલ્યો કોચ, હવે આ કોચ આપશે તાલીમ

Back to top button