અમદાવાદટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ કપસ્પોર્ટસ

IND vs AUS: ખરાબ પીચને કારણે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ ફાઇનલમાં હારી ગઈ?

  • ICCએ વર્લ્ડ કપની 5 મેચોની પીચોને ‘એવરેજ’ રેટિંગ આપ્યું.
  • પાંચ પિચોમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચની પીચનો પણ સમાવેશ.
  • વર્લ્ડ કપની ફાઈનલમાં ટોસ હારવું ટીમ ઈન્ડિયાને નુકસાનકારક સાબિત થયું.

અમદાવાદ, 08 ડિસેમ્બર: ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યાને એક પખવાડિયાથી પણ વધારે દિવસો થઈ ગયા છે, ત્યારે હવે એક મોટો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જે પીચ પર ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલ મેચ રમી હતી તેને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા ‘એવરેજ’ રેટિંગ આપવામાં આવ્યું છે. અગાઉના અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પણ ભારતની હાર માટે પીચને જવાબદાર ગણાવી હતી.

‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ અનુસાર આઈસીસીએ પાંચ વર્લ્ડ કપ મેચોની પીચોને ‘એવરેઝ’ રેટિંગ આપ્યું છે, જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ પણ સામેલ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 240 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં જીત મેળવી લીધી હતી.

રાહુલ દ્રવિડે પણ ટીમ ઈન્ડિયાની હાર માટે પીચને જવાબદાર ગણાવી હતી

મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પણ BCCIની સમીક્ષા બેઠકમાં ફાઈનલ મેચ હારવા માટે પીચને જવાબદાર ગણાવી હતી. અહેવાલો અનુસાર, મુખ્ય કોચે કહ્યું હતું કે અમે હાર્યા એનું કારણએ કે અમને અપેક્ષા મુજબનો ટર્ન મળ્યો ન હતો. જો સ્પિનરોને ટર્ન મળ્યો હોત તો અમે ફાઈનલ જીત્યા હોત. અમે આ વ્યૂહરચનાથી પ્રથમ 10 મેચ જીતી હતી, પરંતુ ફાઇનલમાં તે કામ ન આવ્યું.

ખરાબ પીચ પર ઓસ્ટ્રેલિયા કેવી રીતે શાનદાર રીતે રમ્યું ?

સૌથી પહેલા ICC એ એવરેજ રેટિંગ આપીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ ‘સારી’ ન હોવાની પુષ્ટિ કરી છે. હવે તમારા મનમાં સવાલ ઉઠી રહ્યો હશે, તો પછી ઓસ્ટ્રેલિયાએ આ પીચ પર કેવી રીતે 43 ઓવરમાં જ જીત મેળવી લીધી ? આ પ્રશ્ન ઉદભવવો સ્વાભાવિક છે. ઓસ્ટ્રેલિયાની સામે ટીમ ઈન્ડિયાની હારનું કારણ ખરાબ પીચ પર ટોસ હારવું ટીમ ઈન્ડિયા માટે નુકસાનકારક સાબિત થયું હતું.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને ટીમ ઈન્ડિયાને 240 રનમાં ઓલઆઉટ કરી દીધી. દિવસ દરમિયાન પીચ બોલરોને અમુક અંશે સપોર્ટ કરતી હતી. પરંતુ ભારતીય ટીમ બોલિંગ કરવા આવી ત્યારે લાઈટો ચાલુ થઈ ગઈ હતી અને મેદાનમાં ઝાકળ પણ પડી રહી હતી. જેના કારણે ભારતીય બોલરો જોઈએ એ પ્રકારનું પર્ફોમ્સ કરી શક્યા નહીં અને વર્લ્ડ કપ 2023માં હાર સ્વીકારવાનો વારો આવ્યો.

આ પણ વાંચો: ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સનું 10 થી 17 ડિસેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં આયોજન

Back to top button