ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

IND VS AUS : ઓસ્ટ્રેલિયા સામે 400 રનનો લક્ષયાંક,મેચ બની રોમાંચક

Text To Speech

IND VS AUS : ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં ઇન્ડિયાએ શરૂવાત ઋતુરાજ ગાયાકવાડ 16 રને વિકેટ ગુમાવ્યા બાદ શ્રેયર અય્યર અને શુભમન ગિલે શાનદાર બેટિંગ કરી હતી.

શ્રેયર અય્યર અને શુભમન ગિલ બીજી વિકેટ માટે શાનદાર ભાગીદારી

શ્રેયર અય્યર અને શુભમન ગિલની બીજી વિકેટ માટે શુભમન ગિલ સાથે 164 બોલમાં 200 રનની ભાગીદારી કરી હતી.આ મેચમાં શ્રેયર અય્યરએ 90 બોલમાં 3 સિકસ અને 11 ચોક્કાની મદદથી 105 રન ફટકાર્યા હતા. તે ઝડપી બોલર સીન એબોટનો શિકાર બન્યો હતો

શુભમન ગિલએ 104 રન ફટકાર્યા

જયારે શુભમન ગિલએ 97 બોલમાં 3 સિકસ અને 06 ચોક્કાની મદદથી 104 રન ફટકાર્યા હતા.

Highest ODI partnerships for India vs Australia (any wicket)

213 – VVS Laxman and Yuvraj Singh, Sydney, 2004
212 – Virat Kohli and Shikhar Dhawan, Canberra, 2016
207 – Virat Kohli and Rohit Sharma, Perth, 2016
200 – Shubman Gill and Shreyas Iyer, Indore, 2023
199 – Sachin Tendulkar and VVS Laxman, Indore, 2001

કે એલ રાહુલએ પણ ફટકાર્યા 52 રન

કે એલ રાહુલ અને ઇશાન કિશન વચ્ચે આ મેચમાં 30 બોલમાં 50 રનની ભાગીદારી થઇ હતી જેમાં કે એલ રાહુલએ પણ આ મેચમાં 52 રન ફટકાર્યા હતા.

ઓસ્ટ્રેલિયા માટે કેમરુન ગ્રીનએ લીધી 2 વિકેટ

ઓસ્ટ્રેલિયા માટે કેમરુન ગ્રીનએ શુભમન ગિલ અને કે એલ રાહુલની એમ 2 વિકેટ લીધી હતી.

સૂર્યકુમાર યાદવએ 72 રન ફટકાર્યા

જયારે સૂર્યકુમાર યાદવએ 37 બોલમાં 6 સિકસ અને 06 ચોક્કાની મદદથી 72 રન ફટકાર્યા હતા.

બંને દેશની પ્લેઈંગ ઈલેવન

ભારત : શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ(વિકેટકીપર/કેપ્ટન), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી અને પ્રસિદ્ધ કૃષ્ણા

ઓસ્ટ્રેલિયા : ડેવિડ વોર્નર, મેથ્યૂ શોર્ટ, સ્ટિવન સ્મિથ, માર્નસ લાબુશેન, જોશ ઈંગ્લિસ, એલેક્સ કૈરી(વિકેટકીપર),કેમરુન ગ્રીન, સીન એબોટ, એડમ ઝામ્પા, જોશ હેઝલવુડ, સ્પેંસર જોનસન

આ પણ વાંચો : Asian Games માં કાલે ભારતીય ટીમ ક્રિકેટમાં મેડલ નિશ્ચિત કરવા ઉતરશે, બાંગ્લાદેશ સામે જંગ

Back to top button