ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

IND vs AUS: ઈંડિયા વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની મેચ પહેલા ચાહકોની ધડકન વધી, આ 11 સંયોગ આપી રહ્યા છે ખરાબ સંકેત

નવી દિલ્હી, 04 માર્ચ 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમીફાઈનલ આજે રમાશે. આ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આમનો સામને હશે. ભારતીય ટીમ માટે આ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવવાનું જરાં પણ આસાન નહીં રહે. ટેન્શનની વાત એ પણ છે કે ભારતીય ટીમે નોકઆઉટ મેચમાં છેલ્લી વાર 2011માં વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ત્યાર બાદ તેને 3 નોકઆઉટ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યા છે. તો વળી આ વખતે 11 સંયોગ એવા પણ બની રહ્યા છે, જે ભારતીય ટીમ વિરુદ્ધ છે.

  • ભારત અને ઓસ્ટ્રેલિયા ઉપરાંત, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગયા છે. અહીં ઉલ્લેખનિય છે કે 2015 ના ODI વર્લ્ડ કપ દરમિયાન પણ આ ચાર ટીમો વચ્ચે સેમિફાઇનલ મેચ રમાઈ હતી. આ ઉપરાંત, 2015 માં આવી 10 વધુ ઘટનાઓ બની હતી, જે આ વખતે પણ જોવા મળી રહી છે.
  • વિરાટ કોહલીએ 2015ના વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં સદી ફટકારી હતી. આ વખતે પણ વિરાટે ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં સદી ફટકારી હતી.
  • ભારતીય ટીમનો સામનો 2015ના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે થયો હતો. આ વખતે પણ ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સામે ટકરાઈ રહી છે.
  • 2015ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન ટીમમાં એક ખેલાડી હતો, જેની સરનેમ જોહ્ન્સન હતી, તે ફાસ્ટ બોલર મિશેલ જોહ્ન્સન હતો. આ વખતે પણ સ્પેન્સર જોહ્ન્સન ઓસ્ટ્રેલિયન ટીમમાં છે, જેની સરનેમ પણ જોહ્ન્સન છે.
  • 2015 વર્લ્ડ કપની નોકઆઉટ મેચ માર્ચ મહિનામાં રમાઈ હતી. આ વખતે પણ ચેમ્પિયન્સ ટ્રોફીની નોકઆઉટ મેચ માર્ચમાં યોજાઈ રહી છે.
  • 2015ના વર્લ્ડ કપમાં, બંને સેમિફાઇનલ મેચ અલગ અલગ દેશોમાં યોજાઈ હતી. એક મેચ ઓસ્ટ્રેલિયામાં હતી અને એક મેચ ન્યુઝીલેન્ડમાં હતી. આ વખતે પણ સેમિફાઇનલ મેચો બે અલગ અલગ દેશોમાં યોજાઈ રહી છે.
  • 2015ના વર્લ્ડ કપના એક વર્ષ પછી, T20 વર્લ્ડ કપ ભારતના યજમાનીમાં રમાયો હતો. આ વખતે પણ ભારત 2026 માં T20 વર્લ્ડ કપનું આયોજન કરવાનું છે.
  • જ્યારે 2015નો વર્લ્ડ કપ રમાઈ રહ્યો હતો, ત્યારે વર્તમાન IPL ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ હતી. આ વખતે પણ IPL ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ છે.
  • ત્યારબાદ KKR ટીમે IPL ફાઇનલમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટનને હરાવ્યા હતા. આ વખતે પણ, KKR એ પેટ કમિન્સની આગેવાની હેઠળની સનરાઇઝર્સ હૈદરાબાદ પાસેથી ટાઇટલ છીનવી લીધું.
  • વર્ષ 2015 માં, રાહુલ દ્રવિડ રાજસ્થાન રોયલ્સ ટીમમાં પાછા ફર્યા હતા. આ વખતે પણ તેઓ રાજસ્થાન રોયલ્સ ટીમ સાથે IPLમાં વાપસી કરવા જઈ રહ્યા છે.
  • વર્ષ 2015 માં, આર અશ્વિન IPL માં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો ભાગ હતો. આ વખતે પણ તે ફક્ત CSK ટીમ તરફથી રમશે.

આ પણ વાંચો: રોહિત શર્મા પર કોંગ્રેસ-TMC નેતાઓની ટિપ્પણી પર રમત મંત્રી માંડવિયાએ કહ્યું, ‘આ શરમજનક છે’

Back to top button