IND vs AUS : બીજા દિવસની રમત શરૂ, ગ્રીને ફટકારી અડધી સદી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની ચોથી અને છેલ્લી મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ મેચના પ્રથમ દિવસના અંત સુધી 4 વિકેટ ગુમાવીને 255 રન કર્યા હતા. ટીમ માટે ઉસ્માન ખ્વાજાએ શાનદાર સદી ફટકારી હતી. ઉસ્માન ખ્વાજા ક્રીઝ પર છે અને બીજા છેડેથી કેમરૂન ગ્રીન અડધી સદીની નજીક છે. તે પણ ક્રીઝ પર છે. ભારત બેકફૂટ પર જોવા મળી રહી છે.
આ પણ વાંચો : IND VS AUS: ભારતને અમદાવાદ ટેસ્ટમાં નવો ઇતિહાસ બનાવવાની તક
અમદાવાદ ખાતે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ ટેસ્ટનો આજે બીજો છે. પ્રથમ દિવસે મજબુત શરૂઆત કરનાર ઓસ્ટ્રેલિયા ટીમ માટે આજે બીજા દિવસની શરૂઆત પણ શાનદાર રહી છે. ઉસ્માન ખ્વાજા અને કેમરૂન ગ્રીન વચ્ચે 100ની ભાગીદારી થઇ છે. તો બીજી બાજુ કેમરૂન ગ્રીનને અડધી સદી પૂરી કરી છે. તેમજ ઓસ્ટ્રેલિયા ૩૦૦નો આંકડો પર કરી ગઈ છે. હાલમાં ઉસ્માન ખ્વાજા 133 અને કેમરૂન ગ્રીન 70 રન સાથે ક્રીઝ પર ઉભા છે. આજે ટેસ્ટનો બીજો દિવસ છે પણ શરૂઆતમાં ભારતને હજી કોઈ સફળતા નથી મળી.
આ પણ વાંચો : IND vs AUS: અમદાવાદની અંતિમ ટેસ્ટમાં 500 રન કે 20 વિકેટ? છેલ્લી ૩ મેચનું આવું છે ગણિત
પ્લેઇંગ ઇલેવન –
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, શ્રીકર ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી
ઓસ્ટ્રેલિયા: ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લેબુશેન, સ્ટીવન સ્મિથ (સી), પીટર હેન્ડ્સકોમ્બ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી (ડબ્લ્યુકે), મિશેલ સ્ટાર્ક, મેથ્યુ કુહનમેન, ટોડ મર્ફી, નાથન લિયોન