IND VS AUS ફાઇનલ : પેલેસ્ટાઇનના સમર્થકે મેદાનમાં જઈ કોહલીને ગળે લગાવવાનો કર્યો પ્રયાસ
- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચમાં સુરક્ષામાં ભંગ
- પેલેસ્ટાઈનના સમર્થકે મેદાનમાં ઘૂસીને વિરાટ કોહલીને ગળે મળવાનો કર્યો પ્રયાસ
IND VS AUS FINAL : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમવામાં આવી રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ કપની ફાઇનલ મેચ દરમિયાન સુરક્ષામાં મોટો ભંગ થયો છે. એક પેલેસ્ટાઈન સમર્થક સુરક્ષા કોર્ડન તોડીને મેદાનમાં ઘુસ્યો હતો અને વિરાટ કોહલીને ગળે મળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે તેની ધરપકડ કરી હતી. આ પહેલા કોલકાતાના ઈડન ગાર્ડનમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચમાં લોકો પેલેસ્ટાઈનના સમર્થનમાં હાથમાં ઝંડા લઈને જોવા મળ્યા હતા.
#ICCCricketWorldCup | Security breach during the India versus Australia ICC World Cup 2023 Final match, in Ahmedabad after a spectator entered the field to meet Virat Kohli pic.twitter.com/ZuvXlHMWp0
— ANI (@ANI) November 19, 2023
હાલ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકોના જીવ ગયા છે અને આ સિલસિલો હજુ પણ ચાલુ છે. દરમિયાન, ભારતમાં રમાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં પોલીસે એક પેલેસ્ટાઈન સમર્થકની ધરપકડ કરી છે.
પહેલાના મેચમાં પોલીસ દ્વારા 4 સમર્થકોને કસ્ટડીમાં લેવાયા હતા
પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં પેલેસ્ટાઈનનો ધ્વજ ફરકાવવા અને તેના સમર્થનમાં નારા લગાવવા બદલ 4 સમર્થકોની અટકાયત કરવામાં આવી હતી. આ મામલે કોલકાતા પોલીસે કહ્યું હતું કે, આ લોકોની પૂછપરછ કરવા માટે તેમની અટકાયત કરવામાં આવી છે.
ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત બહુ સારી ન રહી
જો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત બહુ સારી રહી ન હતી. શુભમન ગિલ, રોહિત શર્મા અને શ્રેયસ અય્યરની વિકેટ ઝડપી પડયા બાદ ટીમ ઈન્ડિયાની ઈનિંગ્સ ખોરવાઈ જતી દેખાઈ હતી.
આ પણ વાંચો :IND vs AUS Final Match : PM મોદી સાંજે અમદાવાદ આવશે, એસ્કોર્ટ કાફલો એરપોર્ટ પહોંચ્યો