ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત નહીં ઓસ્ટ્રેલિયા બનશે ચેમ્પિયન્સ? 10 વર્ષ બાદ ફરી બની રહ્યો છે ખાસ સંયોગ, હંમેશા ભારે પડી આ ટીમ

દુબઈ, 03 માર્ચ 2025: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 2 માર્ચના રોજ દુબઈમાં ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ રમાઈ ગઈ. આ મેચમાં ટીમ ઈંડિયા 44 રનથી જીતવામાં સફળ રહી તેની સાથે જ આ ટૂર્નામેન્ટની સેમીફાઈનલનું શિડ્યૂલ નક્કી થઈ ગયું છે. ભારત અને ન્યૂઝીલેન્ડ સેમીફાઈનલની ટિકિટ પહેલા જ પ્રાપ્ત કરી ચુકી હતી. પણ આ છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચથી સ્પષ્ટ થઈ ગયું છે કે ફાઈનલથી પહેલા કઈ ટીમ કોની સાથે ટકરાશે. ગ્રુપ બીથી સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં જવામાં સફળ રહી છે.
ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને ગ્રુપ એમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. હવે સેમીફાઈનલમાં ટીમ ઈંડિયાની ટક્કર 4 માર્ચના રોજ દુબઈમાં ઓસ્ટ્રેલિયા સામે થશે, જ્યારે ન્યૂઝીલેન્ડ સામે સાઉથ આફ્રિકા રમશે. ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા 5 માર્ચના રોજ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ટકરાશે. સેમીફાઈનલના શિડ્યૂલને જોયા બાદ 10 વર્ષ બાદ ફરીથી ગજબનો સંયોગ બનાવતા દેખાઈ રહ્યા છે.
બની રહ્યો છે ગજબનો સંયોગ
હકીકતમાં જોઈએ્ તો, 2015માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની સંયુક્ત મેજબાનીમાં આઈસીસી વન ડે વર્લ્ડ કપ રમાયો હતો. આ ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં આ ચારેય ટીમ પહોંચી હતી. જે હવે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમીફાઈનલિસ્ટ ટીમ બની છે. રસપ્રદ વાત એ છે કે, ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલનું શિડ્યૂલ પણ બિલ્કુલ એવું જ છે. જે 2015માં વન ડે વર્લ્ડ કપમાં જોવા મળ્યું હતું. તે વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયાનો આમનો સામનો થયો હતો, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ સાઉથ આફ્રિકા સામે ટકરાઈ હતી.
હવે સવાલ એ થાય છે કઈ 2 ટીમો ફાઈનલમાં જગ્યા બનાવવામાં સફળ થશે. જો 2015માં વર્લ્ડ કપ પર નજર નાકીએ તો, સેમીફાઈનલમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. વળી ન્યૂઝીલેન્ડે સીમેફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ખિતાબી મેચમાં જગ્યા બનાવી હતી. બાદમાં ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. એટલે કે ટીમ ઈંડિયા માટે સારા સંકેત નથી.
ટીમ ઈંડિયાને કરવો પડશે વળતો ઘા
ઓસ્ટ્રેલિયાની ટીમમાં ભલે આ વખતે પેટ કમિંસ, જોશ હેઝલવુડ અને મિચેલ સ્ટાર્ક જેવા ધુરંધર ખેલાડીઓ ન હોય, પણ આઈસીસી નોકઆઉટ મેચમાં કાંગારુ ટીમ હંમેશા ટીમ ઈંડિયા પર હાવી થયેલી જોવા મળે છે. 2015થી આઈસીસી ઓડીઆઈ ઈવેન્ટની નોકઆઉટ ગેમ અથવા ફાઈનલમાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે બે વાર ટક્કર થઈ હતી. બંને વાર ભારતીય ટીમને હાર મળી છે. આઈસીસી વન ડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં પણ ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈંડિયાને હરાવી હતી અને વર્લ્ડ ચેમ્પિયન્સ બની હતી. આ હારનો વસવસો આજે પણ ટીમ ઈંડિયા અને ફેન્સને દર્દ આપે છે.
વર્ષ 2015થી આઈસીસી ODI ઈવેન્ટની નોકઆઉટ ગેમ-ફાઈનલમાં ભારતની હાર
- 2015 WC SF – ઓસ્ટ્રેલિયા સામે હાર, SCG
- 2017 CT ફાઈનલ-પાકિસ્તાન સામે હાર- ધ ઓવલ
- 2019 WC SF-ન્યૂઝીલેન્ડ સામે હાર, મેનચેસ્ટર
- 2023 WC ફાઈનલ-ઓસ્ટ્રેલિયા સામે હારર-અમદાવાદ
આ પણ વાંચો: કોંગ્રેસ નેતાએ ટીમ ઈંડિયાના કપ્તાન રોહિત શર્મા પર કરી શરમજનક ટિપ્પણી, કહ્યું-એનામાં એવું કંઈ નથી જે…