સ્પોર્ટસ

IND vs AUS: ઓસ્ટ્રેલિયા પહેલા દિવસના અંતે 255/4, ખ્વાજાની શાનદાર સદી

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની અંતિમ ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છે. ભારત માટે આ ટેસ્ટ મેચ જીતવી ખૂબ જ મહત્વની છે. આ ટેસ્ટ મેચ જીતીને ભારત સિરીઝની પોતાના નામે તેમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પ્રયત્ન કરશે જયારે ઓસ્ટ્રેલિયા આ અંતિમ મેચ જીતીને સિરીઝને સરભર કરવા પ્રયત્ન કરશે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ દિવસની રમત સમાપ્ત થવા સુધી 4 વિકેટે 255 રન કર્યા છે. ઉસ્માન ખ્વાજા 104 અને ગ્રીન 49 રન બનાવી ક્રીઝ પર છે.

આ પણ વાંચો : IND vs AUS : બંન્ને દેશના પીએમ પહોંચ્યા સ્ડેડિયમ, ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બેટિંગ પસંગ કરી

ટેસ્ટના પ્રથમ દિવસના અંતે

ટેસ્ટના પ્રથમ દિવસના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 255/4 છે. ઉસ્માન ખ્વાજા 104 અને ગ્રીન 49 રન બનાવી ક્રીઝ પર રમે છે. આ બંને વચ્ચે 85 રનની ભાગીદારી થઇ છે અને ઓસ્ટ્રેલિયાની ટીમમાં મજબૂત સ્થિતિ છે. ટેસ્ટના બીજા દિવસ આ બંને ખેલાડી ઓસ્ટ્રેલિયાને સારી સ્થિતિમાં લઇ જઈ શકે છે.

આ પણ વાંચો : રાષ્ટ્રગીત સમયે બંને PM ખેલાડીઓ સાથે, બંનેએ પોતાના દેશના કેપ્ટનને કેપ પહેરાવી

ટેસ્ટના પ્રથમ દિવસે શું થયું

અમદાવાદની સપાટ પીચ પર ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરી મેદાનમાં ઉતર્યા હતા. 61 રને ઓસ્ટ્રેલિયાને પહેલો ઝટકો લાગ્યો હેડ 44 રન બનાવી અશ્વિનનો શિકાર બન્યો હતો. ત્યારબાદ પણ ઓસ્ટ્રેલિયાની સ્થિતિ સારી ન રહી અને 72 રનના સ્કોર પર ઓસ્ટ્રેલિયાને બીજો ઝટકો લાગ્યો. લાબુશેન મોહમ્મદ શમીનો શિકાર બન્યો અને માત્ર ૩ રન બનાવી પવેલિયન ભેગો થઇ ગયો. 151 સ્કોર પર ઓસ્ટ્રેલિયાને ત્રીજો ઝટકો લાગ્યો, કેપ્ટન સ્મિતને જાડેજાએ પવેલિયન ભેગો કરી દીધો. કેપ્ટન સ્મિથ 38 રન જ બનાવી શક્યો. 170 રને ઓસ્ટ્રેલિયાને ચોથો ઝટકો લાગ્યો. મોહમ્મદ શમીએ પીટર હેન્ડ્સકોમ્બ 17 રને ક્લીન બોલ્ડ કરી પવેલિયન ભેગો કર્યો. દિવસના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટ ગુમાવી 255 રન કર્યા છે. ઉસ્માન ખ્વાજા 104 અને ગ્રીન 49 રન બનાવી ક્રીઝ પર છે.

આ પણ વાંચો : અમદાવાદ ટેસ્ટ : ભારત 15 વર્ષથી એક પણ મેચ નથી હાર્યું, ઓસ્ટ્રેલિયા આ મેદાનમાં પ્રથમ વખત રમશે

ઉસ્માન ખ્વાજાની શાનદાર સદી

ઓસ્ટ્રેલિયા ખરાબ સ્થિતિમાં હતું પરંતુ ઉસ્માન ખ્વાજા ઇનિંગ્સને સંભાળી લીધી હતી. ઉસ્માન ખ્વાજાએ પહેલા દિવસની રમત પૂરી થાય તે પહેલા પોતાની સદી પૂરી કરી લીધી હતી. તેણે 246 બોલમાં પોતાના 100 રન પૂરા કર્યા. આ સિરીઝમાં સદી ફટકારનાર તે માત્ર બીજો ખેલાડી છે. ઉસ્માન ખ્વાજા 104 રન કરી હજી ક્રીઝ પર જ છે.

Back to top button