સ્પોર્ટસ

IND vs AUS : કોહલીના મતે આ ખેલાડી સૌથી ઝડપી દોડે છે, ધોની નહીં, જયારે આ સૌથી ખરાબ

ક્રિકેટ જગતમાં ધોનીને રનિંગ બિટવીન ધ વિકેટમાં પણ સૌથી ઝડપી માનવામાં આવતો હતો. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં, ધોની ત્રણેય ફોર્મેટ સહિત 538 મેચોમાં માત્ર 26 વખત રનઆઉટ થયો. જ્યારે ધોની વિકેટની વચ્ચે દોડતો હતો ત્યારે કોમેન્ટેટર્સ પણ આશ્ચર્યચકિત થઈ જતા હતા. કોહલીને આ વિશે પુછવામાં આવ્યું તો તેણે ડી વિલિયર્સને સૌથી ઝડપી રન દોડનાર તરીકે ગણાવ્યો છે જયારે આ બાબતમાં ચેતેશ્વર પુજારાને કમજોર બતાવવામાં આવ્યો છે.

ભારતનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી તેની ફિટનેસ માટે જાણીતો છે. ભારતમાં કોહલીના આગમનથી વિશ્વભરના અન્ય ખેલાડીઓને ફિટ રહેવાની પ્રેરણા મળી. કોહલીની ફિટનેસની અસર તેની ફિલ્ડિંગમાં પણ જોવા મળે છે અને તેને ભારતના શ્રેષ્ઠ ફિલ્ડરોમાથી એક ગણવામાં આવે છે. ઉપરાંત તેની રનિંગ બિટવીન ધ વિકેટ પણ શાનદાર છે. કોહલી એક રનને બેમાં ફેરવવામાં પણ માહિર છે. આ બાબતમાં પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીએ મહારત મેળવી હતી.

આ પણ વાંચો : શાનદાર સદી બાદ વિરાટ કોહલીના હેલ્થ અંગે અનુષ્કા શર્માએ કર્યો મોટો ખુલાસો

ધોની રનિંગ બિટવીન વિકેટમાં પણ સૌથી ઝડપી માનવામાં આવતો હતો. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં, ધોની ત્રણેય ફોર્મેટ સહિત 538 મેચોમાં માત્ર 26 વખત રનઆઉટ થયો હતો. જ્યારે ધોની વિકેટની વચ્ચે દોડતો હતો ત્યારે કોમેન્ટેટર્સ પણ આશ્ચર્યચકિત થઈ જતા હતા. જોકે, વિરાટ કોહલીના મતે ધોની વિકેટ વચ્ચે સૌથી ઝડપી રન કરનાર ખેલાડી નથી. તેના મતે તે ધોની કરતા વધુ ઝડપી રન લેતા ક્રિકેટર સાથે રમ્યો છે.

આ પણ વાંચો : સેન્ચુરી કિંગ વિરાટ કોહલી પાસેથી શીખવા જેવા છે આ પર્સનાલિટીની ટિપ્સ

કોહલીના મતે ડી વિલિયર્સ સૌથી ઝડપી

દક્ષિણ આફ્રિકા અને IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના ભૂતપૂર્વ ક્રિકેટર એબી ડી વિલિયર્સ સાથેના એક શોમાં કોહલીને પૂછવામાં આવ્યું હતું કે તેમના મતે સૌથી ઝડપી દોડનાર ખેલાડી કોણ છે? જેના જવાબમાં કોહલીએ એબી ડી વિલિયર્સનું નામ આપ્યું હતું. વધુમાં કોહલીએ કહ્યું કે, મને અગાઉ પણ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. એબી ડી વિલિયર્સ તમામ ખેલાડીઓમાં સૌથી ઝડપી દોડે છે જેની સાથે મેં વિકેટ વચ્ચે રન કર્યા છે. ત્યારબાદ એકમાત્ર વ્યક્તિ જેની સાથે મારી વિકેટ વચ્ચે આટલો તાલમેલ અને સમજ છે તે છે એમએસ (ધોની). મને સ્પીડ વિશે ખબર નથી, પણ AB અને MS, તે બંનેને મારે કૉલ કરવાની પણ જરૂર પડતી નથી.

આ પણ વાંચો : વિરાટ કોહલીએ કહ્યું કે, પરિવાર સિવાય ધોની એકમાત્ર એવો વ્યક્તિ હતો જેણે ખરાબ સમયમાં મદદ કરી

ડી વિલિયર્સે ડુપ્લેસીસને ઝડપી ગણાવ્યો

જ્યારે એબી ડી વિલિયર્સને આ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે સહયોગી ખેલાડી ફાફ ડુપ્લેસીસને પસંદ કર્યો. ડી વિલિયર્સે કહ્યું કે, આ યાદીમાં મારું હોવું પણ વિવાદાસ્પદ છે. જો કે, ડુપ્લેસીસ મારી વિકેટ વચ્ચેનો સૌથી ઝડપી ભાગીદાર રહ્યો છે, એટલા માટે કે ફાફ ડુપ્લેસીસે મારી કારકિર્દીમાં ઓછામાં ઓછી 7 વખત મને રનઆઉટ કર્યો છે. અમારી વચ્ચે કેટલીક ગેરસમજ છે. ચેટ દરમિયાન કોહલીને વિકેટ વચ્ચે રન કરવા માટે સૌથી ખરાબ રનર વિશે પણ પૂછવામાં આવ્યું હતું. કોહલીએ જવાબમાં ચેતેશ્વર પૂજારાનું નામ લીધું હતું.

પૂજારા સૌથી કમજોર ખેલાડી

ભારતના રન મશીન તરીકે જાણીતા પૂજારાને પસંદ કરવાના પોતાના નિર્ણય વિશે જણાવતા કોહલીએ કહ્યું- તે 2018માં સેન્ચુરિયન ટેસ્ટ મેચની ક્ષણ હતી. પૂજારા બંને ઇનિંગ્સમાં રનઆઉટ થયો હતો. સેન્ચુરિયન ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં જ્યારે પુજારા રનઆઉટ થયો ત્યારે મેં કહ્યું હતું કે ‘ઇટ્સ ઓકે’, ક્રિકેટમાં આવી ઘટનાઓ બને છે. બીજા દાવમાં ચેતેશ્વર પૂજારાએ શોટ રમ્યો અને ત્રીજા રન માટે પાર્થિવ પટેલને બોલાવવો પડ્યો. પુજારા પોતે જોખમના અંત તરફ દોડી રહ્યો હતો અને તે ફરીથી રનઆઉટ થયો અને તે પણ મોટા માર્જિનથી. જ્યારે સ્ક્રીન પર રિપ્લે બતાવવામાં આવી ત્યારે, પૂજારા સ્ક્રીન પર ક્યાંય દેખાતો ન હતો, ફક્ત ક્વિન્ટન ડી કોક જ જમીન પર જોવા મળ્યો હતો. તમે પ્રથમ દાવમાં રન આઉટ થયા છો અને બીજી ઇનિંગમાં તમે આટલી હિંમત કેવી રીતે બતાવી શકો. હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. પુજારાનો રન કોલ મેં અત્યાર સુધી જોયલો સૌથી ખરાબ રન કોલ હતો.

Back to top button