સ્પોર્ટસ

IND vs AUS: અમદાવાદની અંતિમ ટેસ્ટમાં 500 રન કે 20 વિકેટ? છેલ્લી ૩ મેચનું આવું છે ગણિત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર સિરીઝની અંતિમ ટેસ્ટ અમદાવાદ ખાતે રમાશે. બંને ટીમ માટે આ અંતિમ ટેસ્ટ રોમાંચક રહેશે. ભારત આ અંતિમ ટેસ્ટ જીતીને સિરીઝ પોતાના નામે કરવા મેદાનમાં ઉતરશે તો બીજીબાજુ ઓસ્ટ્રેલિયા આ અંતિમ ટેસ્ટ મેચ જીતીને સિરીઝને સરભર કરવા પ્રયત્ન કરશે. પરંતુ આ અંતિમ ટેસ્ટ ખરેખર રોમાંચક રહેશે. અમદાવાદની પીચની સ્થિતિ અને છેલ્લી ૩ મેચના પરિણામો જોતા સ્થિતિ થોડી મૂંઝવણભરી છે. અહી રમાયેલ છેલ્લી ૩ ટેસ્ટ મેચ માત્ર ત્રણ દિવસ જ ચાલી છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પીચ એક મોટો મુદ્દો રહ્યો છે. નાગપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટથી લઈને ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ સુધી તેની ચર્ચા થઈ છે. અને હવે અમદાવાદ ટેસ્ટ પહેલા પણ પીચને લઈને સવાલો મોટા છે. વાસ્તવમાં, શ્રેણીની છેલ્લી 3 ટેસ્ટમાં, રમત માત્ર 3 દિવસ સુધી મર્યાદિત હતી. આવી સ્થિતિમાં અમદાવાદની પીચની સ્થિતિને લઈને થોડી મૂંઝવણ છે. હવે જો આ મૂંઝવણનો સામનો કરવો હોય તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી છેલ્લી 3 ટેસ્ટ મેચોનું ગણિત સમજવું પડશે.

આ પણ વાંચો : IND VS AUS: ભારતને અમદાવાદ ટેસ્ટમાં નવો ઇતિહાસ બનાવવાની તક

વર્ષ 2021માં, ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે બે ટેસ્ટ મેચ રમી હતી. આ પછી, આ મેદાન પર જાન્યુઆરી 2023માં રેલ્વે અને ગુજરાતની ટીમ વચ્ચે રણજી મેચ તરીકે રમાઈ હતી. આ ત્રણેય મેચની પોતાની કઇક અલગ જ વાત છે.

ફેબ્રુઆરી 2021માં રમાયેલ ડે-નાઈટ ટેસ્ટ 2 દિવસમાં જ ખતમ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ફેબ્રુઆરી 2021માં અમદાવાદની પીચ પર ડે-નાઈટ ટેસ્ટ રમાઈ હતી. આ મેચ માત્ર 2 દિવસમાં ખતમ થઈ હતી, જેમાં ભારત વિજયી બન્યું હતું. મેચમાં સ્પિનરોનો સંપૂર્ણ દબદબો રહ્યો હતો. ભારત તરફથી અક્ષર પટેલે મેચમાં 11 વિકેટ ઝડપી હતી તેમજ અશ્વિને 7 વિકેટ ઝડપી હતી. જ્યારે વોશિંગ્ટન સુંદરને 1 વિકેટ મળી હતી.

આ પણ વાંચો : અમદાવાદ : ચોથી ટેસ્ટમાં ભારતને જીતવું જરૂરી, જાણો કેવી હશે પિચ

માર્ચ 2021માં રમાયેલી ટેસ્ટ મેચ 3 દિવસમાં ખતમ

આ પછી માર્ચ 2021માં અમદાવાદમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ રમાઈ હતી, જે 3 દિવસ જ ખતમ થઇ ગઈ હતી. આ મેચમાં પણ સ્પિનરોનો દબદબો રહ્યો હતો. અક્ષર પટેલે 9 અને અશ્વિને 8 વિકેટ ઝડપી હતી જયારે વોશિંગ્ટન સુંદરને અહીં પણ 1 વિકેટ મળી હતી.

જાન્યુઆરી 2023માં રણજી મેચમાં 500 રન

જાન્યુઆરી 2023માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે રમાયેલ રણજી મેચની વાત આગળની 2 મેચા કરતા અલગ જ જોવા મળી હતી. આ મેચમાં રેલવેની ટીમે પ્રથમ બેટિંગ કરતા ગુજરાત સામે 508 રન બનાવ્યા હતા. બીજી તરફ ગુજરાતની ટીમ બંને ઇનિંગ્સમાં માત્ર 200 રન જ કરી શકી હતી, જેના કારણે તેને ઇનિંગ્સથી હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનો ભારત પ્રવાસ શરૂ થશે અમદાવાદથી, જાણો શું છે કાર્યક્રમ

પીચ અંગે કોઈ ખાસ સુચના નથી

એક જ મેદાન પર આ ત્રણેય મેચના પરિણામો જોયા બાદ હવે મોટો પ્રશ્ન એ છે કે પીચ કેવી હશે? ગુજરાત ક્રિકેટ એસોસિએશ (GCA)ને પીટીઆઈ સાથેની વાતચીતમાં જે કહ્યું છે તે મુજબ પીચનો મૂડ સામાન્ય રહેવાનો છે. સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના જણાવ્યા અનુસાર, “તેને BCCI અથવા ભારતીય ટીમ તરફથી કોઈ ચોક્કસ સૂચના મળી નથી. તેથી, સ્થાનિક ક્યુરેટર્સ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ માટે એવી જ પીચ તૈયાર કરી રહ્યા છે, જેના માટે અમદાવાદ જાણીતું છે. ,

હવે ગુજરાત ક્રિકેટ એસોસિએશ (GCA) કેવા પ્રકારની નોર્મલ પીચની વાત કરી રહ્યા છે તે જાણી શકાયું નથી. શું તે 500 રનનો સ્કોર હશે કે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચની જેમ ૩ દિવસમાં ધબડકો હશે. કારણ કે છેલ્લી 3 મેચમાં અહીં પીચનું અલગ-અલગ સ્વરૂપ જોવા મળ્યું છે.

Back to top button