ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

ભારત પર ટળ્યું ફોલોઅનનું સંકટ, રેડ્ડીએ ફિફ્ટી ફટકારી પુષ્પા સ્ટાઈલમાં કર્યું સેલિબ્રેશન, જૂઓ વીડિયો

મેલબોર્ન, તા.28 ડિસેમ્બર, 2024: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટનો આજે ત્રીજો દિવસ છે. બંને ટીમો વચ્ચેની શ્રેણીની આ ચોથી ટેસ્ટ મેચ છે. શ્રેણી હાલમાં 1-1 થી બરાબરી પર છે. ભારતની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની સંભાવનાઓ માટે આગામી બે ટેસ્ટ મહત્વપૂર્ણ છે.

નીતીશ રેડ્ડીએ અડધી સદી ફટકારી હતી. તે તેમની આંતરરાષ્ટ્રીય અને ટેસ્ટ કારકિર્દીની પ્રથમ અડધી સદી હતી. શ્રેણીની શરૂઆતમાં, તેણે સારી બેટિંગ કરી હતી પરંતુ અડધી સદી ચૂકી ગયો હતો. અડધી સદી ફટકાર્યા બાદ નીતીશે પુષ્પા સ્ટાઈલમાં ઉજવણી કરી હતી. હાલ ભારતે સાત વિકેટે 294 રન બનાવ્યા છે. ભારત હવે ઓસ્ટ્રેલિયાથી 180 રન પાછળ છે.

ત્રીજા દિવસે લંચ સુધીમાં શું થયું

ત્રીજા દિવસે પ્રથમ સત્રમાં ભારતે 27 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 80 રન બનાવ્યા હતા. રિષભ પંત અને રવિન્દ્ર જાડેજાના રૂપમાં ભારતને આજે બે ફટકા પડ્યા હતો. પંત અને જાડેજા વચ્ચે 32 રનની ભાગીદારી થઈ હતી. બોલાન્ડે આ ભાગીદારી તોડી હતી. તેણે પંતને લિયોનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. પંતે 37 બોલમાં 28 રન બનાવ્યા હતા. જાડેજાને નાથન લિયોને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. તેણે 17 રન બનાવ્યા હતા.

બીજા દિવસની કેવી રહી રમત

ઑસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રન બનાવી ઑલઆઉટ થયું હતું. સ્ટીવ સ્મિથે સદી ફટકારી હતી. ભારત તરફથી બુમરાહે 4 અને જાડેજાએ 3 વિકેટ લીધી હતી. બીજા દિવસના અંતે ભારતે 5 વિકેટના નુકસાન પર 164 રન બનાવ્યા હતા. જયસ્વાલ 82 રન બનાવી રન આઉટ થયો હતો. રાહુલ અને કોહલી સેટ બાદ થયા બાદ મોટી ઈનિંગ રમવાથી ચૂક્યા હતા. જ્યારે રોહિત શર્મા 3 રન બનાવી આઉટ થયો હતો.

પ્રથમ દિવસે શું થયું

બોર્ડર ગાવસ્કર સીરિઝની ચોથી ટેસ્ટના પ્રથમ દિવસે ઑસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ લીધી હતી. દિવસના અંતે 6 વિકેટના નુકસાન પર 311 રન બનાવ્યા હતા.

ભારતીય ટીમ

યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહીલ, ઋષભ પંત, નીતીશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ

મેલબોર્નમાં કેવો છે ભારતનો દેખાવ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત 1948 થી 2000 સુધી અત્યાર સુધીમાં 14 મેચ રમ્યું છે, જેમાં ભારતે 4 મેચ જીતી છે અને 8 હારી છે. ભારતે પ્રથમ વખત 1977માં આ મેદાન પર જીત મેળવી હતી. ભારતને 1981માં આ મેદાન પર તેની બીજી જીત મળી હતી. આ પછી ભારતે ત્રીજી જીત માટે 37 વર્ષ સુધી રાહ જોવી પડી હતી. 2018માં ભારતને આ મેદાન પર ત્રીજી જીત મળી હતી.  ભારતને 2020 માં એક મોટી જીત મળી હતી.

આ પણ વાંચોઃ સેમ કોંસ્ટાસે રચ્ચો ઇતિહાસ, બુમરાહ સામે આ કારનામું કરનારો બન્યો પ્રથમ ક્રિકેટર

Back to top button