ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND vs AUS 3rd T20I: આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખરાખરીનો મુકાબલો

Text To Speech

ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ટકરાશે. ત્રણ મેચોની T20 શ્રેણીની આ છેલ્લી મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. બંને ટીમો હાલમાં સિરીઝમાં 1-1થી બરોબરી પર છે, તેથી હૈદરાબાદમાં યોજાનારી આ મેચના પરિણામ દ્વારા જ સિરીઝનો વિજેતા જાહેર કરવામાં આવશે. આ શ્રેણીની પ્રથમ મેચ ભારતીય ટીમ હારી ગઈ હતી. મોહાલીમાં ભારતીય ટીમ 208 રનના વિશાળ સ્કોરને પણ બચાવી શકી ન હતી. જો કે બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર વાપસી કરીને શ્રેણી 1-1થી બરાબર કરી લીધી હતી. શ્રેણીની આ બીજી મેચ વરસાદથી પ્રભાવિત થઈ હતી, જેમાં માત્ર 8-8 ઓવર જ રમાઈ હતી. ભારતે અહીં છેલ્લી ઓવરમાં 6 વિકેટે જીત મેળવી હતી.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 25 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. તેમાં ભારતનો હાથ ઉપર છે. ભારતે 14 મેચ જીતી છે જ્યારે ઓસ્ટ્રેલિયાને 10 મેચ મળી છે. એક મેચ અનિર્ણિત છે. હૈદરાબાદમાં છેલ્લા ત્રણ વર્ષથી કોઈ T20I મેચ થઈ નથી. જો કે આ પહેલા ટી20 મેચોમાં અહીં સારા રન બનાવ્યા છે. આ વખતે પણ અહીં ઘણા રન મળવાની સંભાવના છે. પિચ પર ઘાસ નથી, તેથી બોલરોને અહીં રન રોકવામાં મુશ્કેલી પડી શકે છે.

ટીમ ઈન્ડિયા સંભવિત પ્લેઈંગ-11:

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ.

ઓસ્ટ્રેલિયા સંભવિત પ્લેઈંગ-11:

એરોન ફિન્ચ (સી), જોસ ઈંગ્લિસ, સ્ટીવન સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ વેડ (wk), ટિમ ડેવિડ, કેમેરોન ગ્રીન, એડમ ઝમ્પા, પેટ કમિન્સ, જોસ હેઝલવુડ, નાથન એલિસ.

આ પણ વાંચો : ઝુલન ગોસ્વામીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા, ભારતે ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણી 3-0થી જીતી

Back to top button