ટોપ ન્યૂઝનેશનલસ્પોર્ટસ

Ind vs Aus 2nd T20 : ભારતે 4 વિકેટ ગુમાવી હાઈએસ્ટ 235 રન ફટકાર્યા, ઓસ્ટ્રેલિયાને 236 રનનો ટાર્ગેટ

Text To Speech

ભારતીય ટીમ આજે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની T20 શ્રેણીની બીજી મેચ રમવા આવી છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની આ બીજી મેચ તિરુવનંતપુરમમાં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યુ વેડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ બેટીંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે તાબડતોબ ઈનિંગ શરૂ કરી હતી અને નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 235 રન ફટકાર્યા હતા અને ઓસ્ટ્રેલિયાને જીત માટે 236 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

યશસ્વી જયસવાલ અને ઋતુરાજ ગાયકવાડની તોફાની શરૂઆત

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની આ બીજી મેચ તિરુવનંતપુરમમાં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યુ વેડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડે ભારતને તોફાની શરૂઆત અપાવી હતી અને માત્ર 4 ઓવરમાં જ ભારતે 50 રન મારી દીધા હતા. આ મેચમાં 24 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. ટી20 ઈન્ટરનેશનલમાં આ તેની બીજી અડધી સદી છે.

ઓસ્ટ્રેલિયાની ટીમમાં એક ફેરફાર

આ મેચ માટે ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જ્યારે વેડે તેના પ્લેઈંગ-11માં બે ફેરફાર કર્યા છે. જેસન બેહરેનડોર્ફ અને એરોન હાર્ડીને બહાર કરવામાં આવ્યા હતા. તેમના સ્થાને ગ્લેન મેક્સવેલ અને એડમ ઝમ્પાનો પ્રવેશ થયો છે. આ સિરીઝ માટે ભારતીય ટીમની કપ્તાની સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમની કમાન વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડના હાથમાં છે. શ્રેણીની પ્રથમ મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે 2 વિકેટે જીત મેળવી હતી અને શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી હતી.

આજના મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ

ભારત: યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંઘ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, પ્રસિદ્ધ કૃષ્ણ.

ઓસ્ટ્રેલિયા: સ્ટીવન સ્મિથ, મેથ્યુ શોર્ટ, જોશ ઈંગ્લિસ, માર્કસ સ્ટોઈનીસ, ટિમ ડેવિડ, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ વેડ (wk/c), સીન એબોટ, નાથન એલિસ, એડમ ઝમ્પા, તનવીર સાંઘા.

Back to top button