ભારતીય ટીમ આજે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની T20 શ્રેણીની બીજી મેચ રમવા આવી છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની આ બીજી મેચ તિરુવનંતપુરમમાં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યુ વેડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ઓસ્ટ્રેલિયાની ટીમમાં એક ફેરફાર
આ મેચ માટે ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જ્યારે વેડે તેના પ્લેઈંગ-11માં બે ફેરફાર કર્યા છે. જેસન બેહરેનડોર્ફ અને એરોન હાર્ડીને બહાર કરવામાં આવ્યા હતા. તેમના સ્થાને ગ્લેન મેક્સવેલ અને એડમ ઝમ્પાનો પ્રવેશ થયો છે. આ સિરીઝ માટે ભારતીય ટીમની કપ્તાની સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમની કમાન વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડના હાથમાં છે. શ્રેણીની પ્રથમ મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે 2 વિકેટે જીત મેળવી હતી અને શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી હતી.
આજના મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ
ભારત: યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંઘ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, પ્રસિદ્ધ કૃષ્ણ.
ઓસ્ટ્રેલિયા: સ્ટીવન સ્મિથ, મેથ્યુ શોર્ટ, જોશ ઈંગ્લિસ, માર્કસ સ્ટોઈનીસ, ટિમ ડેવિડ, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ વેડ (wk/c), સીન એબોટ, નાથન એલિસ, એડમ ઝમ્પા, તનવીર સાંઘા.