ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

IND vs AUS: ભારતે ઓસ્ટ્રેલિયાને 99 રનથી હરાવ્યું, સિરીઝમાં 2-0ની લીડ

Text To Speech

ભારતીય ટીમે વિશ્વકપ પહેલા જીતનો પરચમ લહેરાવી દીધો છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને બીજી વનડેમાં માત આપી ત્રણ મેચની સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ઈન્દોરમાં રમાયેલી બીજી વનડેમાં ભારતનો ડક્વર્થ લુઈસ નિયમ પ્રમાણે 99 રને વિજય થયો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટે 399 રન ફટકાર્યા હતા. પરંતુ ઓસ્ટ્રેલિયાની ઈનિંગમાં વરસાદ પડ્યો હતો. ત્યારબાદ મહેમાન ટીમને 33 ઓવરમાં 317 રનનો રિવાઇઝ ટાર્ગેટ મળ્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમ 28.2 ઓવરમાં 217 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે ભારતીય ટીમ વિશ્વકપમાં નંબર-1 ટીમ તરીકે ઉતરશે.

ઓસ્ટ્રેલિયાને આપ્યો હતો 33 ઓવરમાં 317 રનનો ટાર્ગેટ

ઓસ્ટ્રેલિયાની ઈનિંગની 9 ઓવર થઈ ત્યારે મેચમાં વરસાદ પડ્યો હતો. ત્યારબાદ DLSનો નિયમ લાગૂ પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાને 33 ઓવરમાં 317 રનનો પહાડી લક્ષ્ય મળ્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ 28.2 ઓવરમાં 217 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી આર અશ્વિન અને જાડેજાએ 3-3 વિકેટ લીધી હતી. આ સિવાય પ્રસિદ્ધ કૃષ્ણાએ બે અને શમીએ એક વિકેટ લીધી હતી.

Back to top button