IND vs AUS બીજી વનડે : રોહિત શર્મા ટીમમાં આવતાં આ ખેલાડી બહાર, શું હશે આજે પ્લેયિંગ-11?
ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાં શાનદાર જીત મેળવ્યા પછી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વનડે વિશાખાપટ્ટનમ ખાતે રમવાની છે. પ્રથમ વનડેમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે 5 વિકેટથી શાનદાર જીત મેળવી હતી જેનાથી ભારતીય ટીમમાં જોરદાર જુસ્શો જોવા મળી રહ્યો છે. વિશાખાપટ્ટનમ ખાતે રમાવનાર બીજી વનડે ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે રમશે. એવામાં ભારત બીજી વનડે જીતવાનો પૂરો પ્રયત્ન કરશે.
આ પણ વાંચો : કોચ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માને બદનામ કરવાનું કાવતરું, ટીમ ઈન્ડિયાએ કર્યું નિષ્ફળ
ઓસ્ટ્રેલિયા સામે રમાવનાર આ બીજી વનડેમાં પ્લેયિંગ 11 ઉપર દરેકની નજર છે. ભારતીય ટીમમાં બદલાવ થવાનું નક્કી છે કારણકે રોહિત શર્મા બીજી વનડેમાં ટીમ સાથે જોડાશે. કૌટુંબિક કારણોસર રોહિત શર્મા પ્રથમ વનડે રમી શક્યો ન હતો અને તેના સ્થાને હાર્દિક પંડ્યાએ કેપ્ટનશીપ કરી હતી જેમાં ભારતીય ટીમનો શાનદાર વિજય થયો હતો. એવામાં જોવું એ રહ્યું બીજી વનડેમાં પ્લેયિંગ 11માંથી ક્યાં ખેલની બેસવું પડશે.
આ બે ખેલાડીમાંથી એક બહાર થઇ શકે છે
બીજી વનડેની પ્લેયિંગ 11ની વાત કરીએ તો એવું લાગી રહ્યું છે કે સુર્યા કુમાર યાદવ અથવા ઇશાન કિશન બંને ખેલાડીમાંથી કોઈ એકને ટીમની બહાર બેસવું પડશે. જોકે સુર્યા કુમાર યાદયની બહાર બેસવાની શક્યતા વધુ લાગી રહી છે કારણે કે તે વનડે ક્રિકેટમાં સતત ખરાબ ફોર્મમાં છે. ઇશાન કિશનની પ્લેયિંગ 11માં રમવાની વધારે શક્યતા છે કારણ કે તે મિડલ ઓર્ડર સારુ બેટિંગ કરે છે. થોડા સમય પહેલા જ તેણે વનડેમાં બેવડી સદી ફટકારી હતી.
ઓસ્ટ્રેલિયા રમાવનાર બીજી વનડેના પ્લેયિંગ 11ની વાત કરીએ તો સુર્યા કુમાર યાદય પ્રથમ વનડેમાં શૂન્ય રને મિચેલ સ્ટાર્કની પ્રથમ બોલે જ તે LBW આઉટ થયો હતો. બીજી તરફ ઇશાન કિશન પણ કઈ ખાસ કરી શક્યો નહી અને ૩ રન બનાવી માર્ક સ્ટોઇનિસના બોલે LBW આઉટ થયો હતો.
આ પણ વાંચો : Happy Birthday સૂર્યકુમાર યાદવ: મુંબઈની ગલીઓમાં રમતો ક્રિકેટર આજે ટીમ ઈન્ડિયાનો સ્ટાર
સુર્યા કુમારનું વનડેમાં ખરાબ પ્રદર્શન
સુર્યા કુમારે T-20માં ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ વનડેમાં કઈ ખાસ પ્રદર્શન નથી કરી રહ્યો. અત્યાર સુધીમાં 21 વનડેમાં 19 ઇનિગ્સ રમીને 27.૦6ની એવરેજથી 433 રન જ બનાવી શક્યો છે. જેમાં 2 અડધી સદી ફટકારી છે. છેલ્લી 10 ઇનિંગમાં તો ડબલ ડીજીટમાં પણ નથી પહોંચી શક્યો જેનાથી તેના પ્રદર્શન વિશે વિચારી શકાય છે.
આ પણ વાંચો : ઈશાન કિશન મિડલ ઓર્ડરની બેટિંગ કરશે, ઓપનિંગ નહીં : કેપ્ટને કરી દીધું ક્લિયર
ભારતના સંભવિત પ્લેઈંગ-11:
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર.
ઓસ્ટ્રેલિયાના સંભવિત પ્લેઈંગ-11:
ડેવિડ વોર્નર / ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, સ્ટીવન સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન, જોશ ઈંગ્લિસ, સીન એબોટ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા.