ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

IND vs AFG: અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20માં વિરાટ નહી રમે, જાણો કારણ

Text To Speech
  • અફઘાનિસ્તાન સામે મોહાલીના આઈએસ વિન્દ્રા પીસીએ સ્ટેડિયમમાં રમાનાર પ્રથમ T20 મેચમાં વિરાટ કોહલી નહીં જોવા મળે

મુંબઈ, 10 જાન્યુઆરી: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ આઈએસ વિન્દ્રા પીસીએ સ્ટેડિયમ, મોહાલીમાં રમાશે. ભારતીય ટીમ માટે આ સિરીઝ ઘણી મહત્વની બની રહી છે. T20 વર્લ્ડ કપ 2024 પહેલા ટીમ ઈન્ડિયાની આ છેલ્લી T20 સિરીઝ હશે. રોહિત શર્મા લાંબા સમય બાદ T20માં ટીમની કમાન સંભાળશે. આ સાથે જ વિરાટ કોહલીની પણ ટીમમાં વાપસી થઈ છે. પરંતુ તે પ્રથમ T20 મેચમાં જોવા નહીં મળે.

 

વિરાટ કોહલી પ્રથમ T20 મેચમાંથી બહાર

ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે અફઘાનિસ્તાન સામેની શ્રેણીની શરૂઆતની મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રાહુલ દ્રવિડે આ દરમિયાન એક અપડેટ આપ્યું હતું કે વિરાટ કોહલી પ્રથમ મેચના પ્લેઇંગ 11નો ભાગ નહીં હોય. તેમણે કહ્યું કે, “અંગત કારણોસર વિરાટ કોહલી પ્રથમ T20 મેચમાંથી બહાર થયો છે.” વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયા માટે છેલ્લી T20 મેચ 2022 T20 વર્લ્ડ કપ દરમિયાન રમી હતી.

વિરાટ કોહલી T20નો બાદશાહ

વિરાટ કોહલી T20Iમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. અત્યાર સુધી તેણે 115 મેચમાં 4008 રન બનાવ્યા છે. તે એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે T20Iમાં 4000 થી વધુ રન બનાવ્યા છે. જ્યારે, વિરાટ કોહલીએ તેની છેલ્લી T20 મેચ 2022 એશિયા કપ દરમિયાન અફઘાનિસ્તાન સામે રમી હતી. વિરાટે આ મેચમાં અણનમ 122 રન બનાવ્યા હતા. T20માં પણ આ તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે.

T20 શ્રેણી માટે ભારતીયની ટીમ: રોહિત શર્મા (C), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિંકુ સિંઘ, જીતેશ શર્મા (W), સંજુ સેમસન (W), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદિપ સિંહ, આવેશ ખાન, મુકેશ કુમાર.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયા પાસે છે 3 વિકલ્પ, અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝમાં ઓપનિંગ જોડી કઈ હશે?

Back to top button