IND v NZ T20 : ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ જીતવા મેચ પહેલા ઇન્ડિયન ટીમના ખેલાડીઓએ નેટસમાં પાડ્યો પરસેવો
IND v NZ series : : ભારત અને ન્યૂઝીલેન્ડએ 3 T20 મેચની સીરીઝમાં ભારત અને ન્યૂઝીલેન્ડ 1-1થી સીરીઝ બરાબર છે.ત્યારે આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ત્રીજી અને અંતિમ T20 મેચ રમાશે.અને આ બન્ને ટીમો માટે કરો યા મરોનો મુકાબલો છે.આ મેચએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.
મેચ પહેલા ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમોના ખેલાડીઓ નેટસમાં પરસેવો પાડ્યો હતો.ત્યારે BCCI દ્વારા ટીમ ઇન્ડિયાના નેટસના પ્રેક્ટિસ કરતા ફોટા શેર કર્યા હતા.અને આ ફોટામાં ઇન્ડિયાના કૉચ અને ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ નેટસના પ્રેક્ટિસ કરતા દેખાય છે
રેકોર્ડ ખુબ જ સારો
આ અમદાવાદમાં આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1-1ની બરાબરી સાથે ભારત આજે સીરીઝ કબજે કરવા ઉતરશે.અહી ભારતીય ટીમનો રેકોર્ડ ખુબ જ સારો છે.
ભારતીય ટીમના કોચ ખેલાડીઓ સાથે વાતચીત કરતા દેખાયા
મેચ પહેલા ભારતીય ટીમના કૉચ રાહુલ દ્રવિડએ નેટસ પ્રેક્ટિસ દરમ્યાન ખેલાડીઓ સાથે વાતચીત કરતા દેખાયા.આ સાથે મેદાનમાં ઇશાન કિશન, રાહુલ ત્રિપાઠી, દીપક હુડ્ડા સહિતના યુવા બેટ્સમેને પ્રેક્ટિસ કરતા નજરે પડયા.
આ ઉપરાંત ભારતીય ટીમના બોલરોમાં સ્ટાર સ્પીનર યુજવેન્દ્ર ચહલ અને ફાસ્ટ બૉલર ઉમરાન મલિક બૉલિંગ પ્રેક્ટિસ કરતાં જોવા મળ્યા હતા.
પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ફેરફાર સંભવિત
આ ઉપરાંત કેપ્ટન હાર્દિક પંડ્યા ટીમમાં કેટલાક ફેરફાર કરી શકે છે. જેમાં ઓપનર બેટ્સમેન શુભમન ગિલની જગ્યાએ પૃથ્વી શોને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય યોગ્ય
અત્યાર સુધી 6 આંતરરાષ્ટ્રીય T20 મેચોમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ ત્રણ વખત જીતી ચુકી છે. અને બાદમાં બેટિંગ કરનારી ટીમ ત્રણ વખત જીતી છે.અહીં ટોસ જીતનાર કેપ્ટન પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન :- શુભમન ગિલ/પૃથ્વી શો, ઈશાન કિશન (વિકેટકીપર), રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, શિવમ માવી, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ
આ પણ વાંચો : અમદાવાદમાં બે વર્ષ બાદ આજે T-20 યોજાશે, સ્ટેડિયમમાં બપોરથી મળશે પ્રવેશ