ટ્રેન્ડિંગસ્પોર્ટસ

IND Tours to BAN : આખરે કેમ બાંગ્લાદેશે બદલ્યુ ત્રીજી વનડે મેચનું વેન્યુ ?

Text To Speech

ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે વનડે શ્રેણી રમ્યા બાદ બાંગ્લાદેશના પ્રવાસે જશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 4 ડિસેમ્બરથી વનડે શ્રેણી શરૂ થશે. આ ત્રણેય મેચ પહેલા ઢાકામાં રમાવાની હતી. પરંતુ હવે આ મેચમાંથી એક મેચ માટે એક મેચનું વેન્યુ બદલવામાં આવ્યું છે.

આ પણ વાંચો : શું વિશ્વ કપ બાદ આ ખેલાડી લઈ રહ્યો છે સંન્યાસ ? પોસ્ટ મૂકી આપ્યા સંકેત

BNP પાર્ટી કરી રહી છે વિરોધ પ્રદર્શન 

હકીકતમાં, વિરોધને ધ્યાનમાં રાખીને આ એક મેચનું સ્થળ બદલવામાં આવ્યું છે. ત્રણેય મેચ પહેલા ઢાકામાં રમાવાની હતી. જો કે હવે ત્રીજી વનડે ચટગાંવમાં રમાશે. કારણ કે બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) એ તે દિવસે દેશભરમાં ધરણા પ્રદર્શનની જાહેરાત કરી છે. આને ધ્યાનમાં રાખીને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ત્રીજી મેચનું સ્થળ રાજધાની ઢાકાથી ચટગાંવમાં શિફ્ટ કરી દીધું છે.

IND vs BAN - Hum Dekhenge News
IND vs BAN

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ચીફ ઓફ ઓપરેશન્સે શું કહ્યું ? 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BNP ગયા ઓક્ટોબરથી દેશમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. પાર્ટીની માંગ છે કે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના પોતાના પદ પરથી રાજીનામું આપે. સમાચાર એજન્સી એએફપી સાથે વાત કરતા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ચીફ ઓફ ઓપરેશન્સ જલાલ યુનુસે કહ્યું કે,“આ શ્રેણીની બંને ટેસ્ટ ચટગાંવમાં રમવાની છે, તેથી અમને લાગ્યું કે અહીં એક ODI મેચ પણ રમાવી જોઈએ.” જલાલને પૂછવામાં આવ્યું કે શું હડતાલને ધ્યાનમાં રાખીને ત્રીજી વનડેનું સ્થળ બદલવામાં આવ્યું છે? પરંતુ જલાલે આનો કોઈ જવાબ આપ્યો ન હતો. પરંતુ બાંગ્લાદેશી અખબાર ન્યૂ એજએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના એક અધિકારીને ટાંકીને કહ્યું કે બોર્ડે રેલીને ટાળવા માટે આ નિર્ણય લીધો છે.

ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે ત્રણ વનડે પછી બે ટેસ્ટ મેચ પણ રમવા જઈ રહી છે. આ બંને ટેસ્ટ 14-18 અને 22-26 ડિસેમ્બરે ચટગાંવમાં રમાશે. હાલમાં ટીમ ઈન્ડિયાનું સમગ્ર ધ્યાન ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની વનડે સીરીઝ પર છે. આ શ્રેણીની પ્રથમ વનડે 25 નવેમ્બરે ઈડન પાર્કમાં રમાશે.

Back to top button