ચૂંટણી 2022

cVIGIL એપનો વધતો ઉપયોગ : ચૂંટણીપંચને મળી 872 જેટલી ફરિયાદો

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરતાં સમયે ચૂંટણીપંચે  cVIGIL એપ વિશે પણ જણાવ્યું હતું. આ એપ 2018માં લોન્ચ કરવામાં આવી હતી,જેની પર કોઈપણ નાગરિક ચૂંટણી પંચને સરળતાથી ફરિયાદ કરી શકે છે, તેથી આ એપ પર સમગ્ર ગુજરાતમાંથી 872 જેટલી ફરીયાદો નોંધાઈ છે.

આ પણ વાંચો : ચૂંટણીની કામગીરીમાં રોકાયેલ કર્મચારી માટે ગુપ્ત મતદાનની વ્યવસ્થા કરવા ECને કરાઈ રજૂઆત

સુરત-અમદાવાદનાં નાગરિકો વધુ જાગૃત

આજ સુધી કુલ 19 હજાર જેટલાં લોકોએ એપ ડાઉનલોડ કરી છે,જેમાં અમદાવાદ અને સુરત મોખરે છે. અમદાવાદમાંથી લગભગ 2727 જેટલાં લોકોએ અને સુરતમાંથી 2756 જેટલાં લોકોએ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. બીજી તરફ સુરતમાં 300 જેટલી અને અમદાવાદમાં 80 જેટલી ફરિયાદો પણ આ એપ પર નોંધાઈ છે. આ સિવાય જો રાજકોટ,વડોદરા અને બનાસકાંઠાની વાત કરવામાં આવે તો તેમાં પણ અનુક્રમે 43,26 અને 27 જેટલી ફરિયાદો નોંધાઈ છે.

cVIGIL - Hum Dekhenge News
cVIGIL APP

ફરિયાદનું નિવારણ 100 મિનિટમાં મળશે

cVIGIL એપની વાત કરવામાં આવે તો આ એપ Play Store પર સરળતાથી ઉપલબ્ધ હોય છે. આ એપ પરથી ફરિયાદનાં કોઈપણ વિસંગતતાના કિસ્સામાં પરિણામ 100 મિનિટમાં આપવામાં આવશે. ફરિયાદ નોંધાવવા માટે એપ્લિકેશનને તમારે તમારા ફોનના કેમેરા અને સ્ટોરેજને ઍક્સેસ કરવાની મંજૂરી આપવી પડશે. વૈકલ્પિક રીતે તમે cVigil વેબસાઇટ દ્વારા પણ તે જ કરી શકો છો. એકવાર લૉગ ઇન થયા પછી એપ્લિકેશન સંભવિત MCC ઉલ્લંઘનોની સૂચિ બતાવશે.

આ વિકલ્પો માટે નોંધાવી શકાશે ફરિયાદ

તમારી પાસે પહેલાથી જ ફરિયાદ કરવા માટેના ઘણા વિકલ્પો હશે. જેમાં પૈસાનું વિતરણ, દારૂનું વિતરણ, પરવાનગી વિના પોસ્ટર/બેનરો, મારક હથિયારોનું પ્રદર્શન, ધમકીઓ, પરવાનગી વિના વાહનો અથવા કાફલાઓ, પેઇડ ન્યૂઝ, મિલકતની બદનક્ષીનો સમાવેશ થાય છે. મતદાન, વાહનવ્યવહાર, મતદાન મથકના 200 મીટરની અંદર પ્રચાર આ બધું પહેલેથી જ આપવામાં આવ્યું હશે. તમે આમાંથી કોઈ એક વિકલ્પ પર ક્લિક કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

Back to top button