ટ્રેન્ડિંગવર્લ્ડસ્પોર્ટસ

ICCની વધી ચિંતા! બાંગ્લાદેશની પરિસ્થિતિને કારણે આ ટૂર્નામેન્ટને શિફ્ટ કરવાનો લઈ શકે છે નિર્ણય

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 5 ઓગસ્ટ: બાંગ્લાદેશમાં આંતરિક સુરક્ષાની અચાનક કથળેલી સ્થિતિએ ICCની પણ ચિંતા વધારી દીધી છે. બાંગ્લાદેશમાં લાંબા સમયથી શેખ હસીના સરકાર વિરુદ્ધ દેખાવો જોવા મળી રહ્યા હતા, ત્યારબાદ 4 ઓગસ્ટે સોમવારે શેખ હસીનાએ વડાપ્રધાનના પદ પરથી રાજીનામું આપીને દેશ છોડી દીધો હતો, જેના કારણે અચાનક જ અરાજકતાનો માહોલ જોવા મળ્યો છે. હાલમાં, ત્યાંની સેનાએ બાંગ્લાદેશમાં વચગાળાની સત્તા સંભાળી લીધી છે, પરંતુ ICC ત્યાં 2 મહિના પછી એટલે કે 3 ઓક્ટોબરથી યોજાનારી મહિલા T20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં ખેલાડીઓની સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત છે, તેથી હવે ICC આ ટૂર્નામેન્ટને શિફ્ટ કરવાનો નિર્ણય લઈ શકે છે.

ICC હજુ પણ બાંગ્લાદેશની સ્થિતિ પર રાખી રહ્યું છે નજર 

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024ને લઈને બાંગ્લાદેશમાં બગડતી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. ICC બોર્ડના સભ્યએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ICCએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BSB), તેમની સુરક્ષા એજન્સીઓ અને અમારા પોતાના સ્વતંત્ર સુરક્ષા સલાહકારો સાથે સતત સંપર્કમાં છે અને વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યું છે.  અમારી પ્રાથમિકતા તમામ ખેલાડીઓની સુરક્ષા છે.”ટૂર્નામેન્ટ શરૂ થવામાં હજુ 7 અઠવાડિયા બાકી છે, તેથી તેને સ્થાનાંતરિત કરવા અંગે કોઈ નિવેદન આપવું ખૂબ જ વહેલું હોઈ શકે છે.

ભારત અથવા શ્રીલંકામાં ટૂર્નામેન્ટનું થઈ શકે છે આયોજન 

એક તરફ, ICC હજુ પણ બાંગ્લાદેશમાં બગડતી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે, જ્યારે બીજી તરફ અહેવાલ અનુસાર, ICC મહિલા T20 વર્લ્ડ કપના આયોજન માટે બેકઅપ તરીકે ભારત, શ્રીલંકા અથવા UAEને પણ પસંદ કરી શકે છે. બાંગ્લાદેશમાં મહિલા T20 વર્લ્ડ કપની મેચો ઢાકા અને સિલ્હટમાં આયોજિત થવાની છે, જેમાં પ્રથમ મેચ 2 ઓક્ટોબરે રમાશે જ્યારે ફાઈનલ મેચ 20 ઓક્ટોબરે ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાશે.

આ પણ જૂઓ: અવિનાશ સાબલેએ 3000 મી. સ્ટીપલચેઝમાં રચ્યો ઈતિહાસ, ઓલિમ્પિકમાં આવું કરનાર પ્રથમ ભારતીય

Back to top button