બ્રેન ટ્યુમરનો ખતરો વધ્યો, જાણો આ રોગ પાછળ થવાના કારણો
આજના સમયમાં બ્રેન ટ્યુમર એ ખુબ પ્રમાણમાં વઘી રહ્યો છે. આજની ભાગદોડ વાળા જીવનમાં લોકોના રહેવાની રીત એટલી બઘી બગડી ગઈ છે કે આપણે રોગોના શીકાર થઈ જઈએ છીએ. એમા આજના સમયમાં બ્રેન ટ્યુમર એ વિકસતો રોગ છે.
આજે આપણે બ્રેન ટ્યુમર થવા પાછળના કારણ જાણીશુઃ
વધારે પ્રમાણમાં મોબાઈલનો યુઝ કરવો: જો તમે આખો દિવસ મોબાઈલનો યુઝ કરતા હોય તો ચેતી જજો. હેલ્થ એક્સપર્ટ અનુસાર મોબાઈલ માંથી નીકળતા ઈલેક્ટ્રોમેગ્નેટ રેડીયેશન કેંસરનુ કારણ બને છે. આનાથી બચવા માટે વાયરલેસ હેન્સફ્રીનો ઊપયોગ વાત કરવા માટે કરવો જોઈએ.
ખરાબ ડાઈટઃ આજના સમયમા ફાસ્ટ ફુડ અને જંક ફુડનુ પ્રમાણ ખુબ વઘ્યુ છે, બાળકો, યુવાનો તથા આજે તો વૃધ્ધો પણ સ્વાદ માટે શરીર માટે હાનીકારક હોય તેવા ખોરાકનો ઊપયોગ કરે છે. જો વધુ પડતો આવો ખોરાક લેવામાં આવે તો બ્રેન ટ્યુમરની શક્યતાઓ વધે છે.
કોઈ પણ પ્રકારનુ વ્યસન હોવુઃ જો તમને કોઈ પણ પ્રકારનુ વ્યસન હોય તો આજે જ છોડી દેજો , એક સર્વે પ્રમાણે જો તમે વ્યસન કરતા હોય તો તમને બ્રેન ટ્યુમર થવાની શક્યતાઓ વધી જાય છે.
આના સિવાય પણ અમુક લક્ષણો છે જેવા કે, કેમિકલ વારી વસ્તુનો ઊપયોગ કરવો, હાર્મોન્સમા સતત ફેરફાર થવો , બેઠાડુ જીવન જીવવુ વગેરે કેન્સરનુ કારણ બની શકે છે.
આ પણ વાંચોઃ 40 વર્ષની ઉમર પછી આવી રીતે રાખે મહિલાઓ હેલ્થનું ધ્યાન, શરીર રહેશે એકદમ તદુંરસ્ત