SIPમાં વધતુ રોકાણ: કાર કંપનીઓ માટે ચિંતાનો વિષય
- બચત અને વપરાશ પર જાણો શું કહે છે એક્સપર્ટ?
- નાણાંકીય વર્ષ 2021માં SIPમાં રૂ. 96,080 કરોડનું રોકાણ થયુ હતુ
શેરમાર્કેટમાં આવેલા ઉછાળા સાથે સેન્સેક્સે તમામ રેકોર્ડ તોડી દીધા છે. બજારમાં તેજીના કારણે લોકોનું રોકાણ પણ વધી રહ્યુ છે. આ બધાની વચ્ચે SIPમાં પણ રોકાણ સતત વધતુ જાય છે. જોકે SIPમાં વધતુ રોકાણ કાર કંપનીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. મર્સિડીઝ બેન્ઝ ઇંડિયાના સેલ્સ એન્ડ માર્કેટિંગ હેડ સંતોષ ઐયરનું માનવુ છે કે SIPમાં વધતા રોકાણના કારણે ભારતમાં લક્ઝરી કાર ઇન્ડસ્ટ્રીના ગ્રોથમાં બાધા આવી રહી છે.
ઐયર કહે છે કે SIP તેમનું કોમ્પિટીટર છે. તેઓ પોતાની ટીમને કહે છે કે જો SIPમાં રોકાણને તોડી નાંખવામાં આવે તો લક્ઝરી કાર ઇન્ડસ્ટ્રીમાં ઝડપી ગ્રોથ જોવા મળી શકે છે. ઐયરના જણાવ્યા અનુસાર ભારતમાં લોકો બચત પર વધુ ધ્યાન આપે છે. તેમણે કહ્યુ કે લક્ઝરી કાર કંપનીઓ સામે ઘણાં બધા પડકારો છે. નવા જનરેશનનું ફોકસ SIP પર વધુ છે. નવી પેઢી બચત અને રોકાણ પર ભાર આપી રહી છે. તેમણે કહ્યુ કે જાન્યુઆરી બાદથી 15,000 ગાડીઓની ઇન્ક્વાયરી થઇ છે, પરંતુ ઇન્ક્વાયરી મુજબ માત્ર 10 ટકા ગાડીઓનો ઓર્ડર મળ્યો. ઓક્ટોબરના મધ્યમાં રેકોર્ડ SIP ઇનફ્લો જોવા મળ્યો. ઓક્ટોબરમાં SIP ઇનફ્લો આ વર્ષના સપ્ટેમબરના 12,000 કરોડ રૂપિયાથી વધીને 13,000 કરોડ સુધી પહોંચી ગયો.
બચત પર શું કહે છે નિષ્ણાતો
મર્સિડીઝ બેન્ઝના સંતોષ ઐયરના નિવેદનથી એ સવાલ ઉભો થાય છે કે શું આપણે બચત પર ફોકસ કરવુ જોઇએ કે આપણા શોખ પણ પુરા કરવા જોઇએ? એક્સપર્ટ કહે છે કે જિંદગીમાં બેલેન્સ કરવુ વધુ જરૂરી છે. તે કહે છે કે ગુડ EMI અને બેડ EMI બે વસ્તુઓ છે. ગુડ EMI ની માત્રા બેડ EMIની માત્રા કરતા વધુ હોવી જોઇએ. જો તમે 50,000ની SIP કરો છો તો તેમાં તમને નિફ્ટી જેટલુ 14થી 15 ટકાનું રિટર્ન મળે છે. તમે એક સિસ્ટેમેટિક વિથડ્રોઅલ સિસ્ટમથઈ મર્સિડીઝ ને ફંડ કરી શકો છો.
લાઇફ એન્જોય કરવી પણ છે જરૂરી
એક્સપર્ટ એમ પણ કહે છે કે લાઇફને એન્જોય કરવી પણ એટલી જ જરૂરી છે, જેટલી કે બચત કરવી. 20-25 વર્ષ સુધઈ જો તમે તમારી બધી ઇચ્છાઓ ખતમ કરી દો છો તો તમારો પોર્ટફોલિયો ખુબ મજબુત બની જાય છે. તો પણ તેનો બહુ અર્થ નથી. કેમકે જીવનને સારી રીતે જીવવા માટે તમારી પ્રાઇમ એજ તો નીકળી જાય છે. આવુ ન થાય તે માટે ખર્ચ અને બચતની વચ્ચે સંતુલન હોવુ જરૂરી છે.
આ પણ વાંચોઃ 1 લાખના બજેટમાં હનીમુન પ્લાન કરવુ હોય તો આ છે બેસ્ટ પ્લેસ