એજ્યુકેશનટ્રેન્ડિંગવિશેષસંવાદનો હેલ્લારો

ઘરે બેઠા વધારો તમારા સંતાનનું IQ લેવલ, આ રીતે….

પોતાના સંતાનો શ્રેષ્ઠ બને તેવું સપનું આજના દરેક વાલીનું હોય છે. જેના માટે સંતાનને તેઓ સારામાં સારી શાળામાં ભણાવે છે. ટ્યુશન માટે મસમોટી ફી ભરે છે. અને એ સિવાય પણ વિવિધ સ્કીલ્સ વિકસે તે માટે ક્લાસીસ રખાવે છે. ત્યારે એક વાલી તરીકે ઘરે બેઠા પણ તમારા સંતાનનો IQ વધારી શકો છો. બસ તમારે તમારા નોકરી-ધંધો કે વ્યવસાયમાંથી થોડો સમય તમારા સંતાનોને ફાળવવો પડશે. અહીં અમે આપને કેટલાક વિકલ્પો આપ્યા છે. જેના દ્વારા તમે તમારા સંતાન સાથે મળીને તેનો IQ વધારવામાં મદદ કરી શકો છો.

શારીરિક રમતો શીખવો :
જ્યારે બાળક કોઇ ફિઝિકલ રમત રમે છે ત્યારે એની શારીરિક વિકાસ પર તો પોઝિટિવ અસર થાય જ છે પણ સાથે સાથે તેની મેન્ટલ હેલ્થ પણ સુધરે છે. હકીકતમાં રમત રમતી વખતે શરીરમાં એન્ડોર્ફિન હોર્મોન રિલીઝ થાય છે જે બ્રેઇન ફંક્શનને વધારે સારું બનાવે છે. એન્ડોર્ફિન બાળકના મગજના કાર્ય તેમજ આઉટપુટને પ્રોત્સાહન આપે છે. આમ, બાળકના સર્વાંગી વિકાસ માટે બાળક સાથે કોઇ રમત ચોક્કસ રમો. એનાથી તમારું અને બાળકનું બોન્ડિંગ પણ વધારે મજબૂત બનશે.

રમો મેમરી ગેમ :
બાળકનો આઇક્યુ વધારવા માટે તેની સાથે ક્રોસવર્ડ પઝલ્સ, મેમરી વર્ડ ચેન જેવી અલગ અલગ મેમરી ગેમ રમી શકો છો. સામાન્ય રીતે માનવામાં આવે છે કે મેમરી ગેમ વ્યક્તિની યાદશક્તિને ધારદાર બનાવે છે અને આ ગેમ રમવાથી બાળકની રિઝનિંગ સ્કિલ અને લેન્ગવેજ સ્કિલ પણ વધારે સારી બને છે. જો તમે કુદરતી રીતે બાળકનો આઇક્યુ વધારવા ઇચ્છતા હો તો આ તેમની સાથે મેમરી ગેમ રમવાનો વિકલ્પ ખરેખર યોગ્ય વિકલ્પ છે.

શીખવો મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ :
બાળકોને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાની મજા તો આવે જ છે પણ સાથે સાથે તેનો આઇક્યુ પણ વધે છે. આ રીતે બાળક એક નવી કલા પણ શીખે છે અને સાથે સાથે એની રિઝનિંગ સ્કિલ પણ સુધરે છે. વૈજ્ઞાનિક પ્રયોગો પરથી પણ સાબિત થઇ ચૂક્યું છે કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાથી બ્રેઇનનું ફંક્શન બૂસ્ટ થાય છે. આમ, જો શક્ય હોય તો તમારા બાળકનો આઇક્યુ વધારવા માટે તેને ગિટાર, મિની કી-બોર્ડ, ડ્રમ કે તબલાં વગાડવાનું શીખવવું જોઇએ.

રમો મેથ્સ ગેમ :
બાળકનું આઇક્યુ લેવલ વધારવાનો સૌથી સરળ અને અસરકારક રસ્તો એની સાથે મેથ્સ ગેમ રમવાનો છે. તમે બાળક સાથે અલગ અલગ પ્રકારની મેથ્સ ગેમ રમી શકો છો. તમે બાળક પાસે સરળ મેન્ટલ કેલક્યુલેશન કરાવી શકો છો. આમાં બાળકને મજા પણ આવે છે અને સાથે સાથે મગજનો પણ સારી રીતે વિકાસ થવામાં પણ મદદ મળે છે. જો તમે ઇચ્છો તો બાળકને વેદિક મેથ્સ પણ શીખવી શકો છો. આનાથી બાળકના આઇક્યુનો વિકાસ થાય છે.


ડીપ બ્રિધિંગની પ્રેક્ટિસ :
જો બાળક પાસે ડીપ બ્રિધિંગની પ્રેક્ટિસ કરાવવામાં આવે તો એના અઢળક ફાયદા થાય છે. આમ કરવાથી બાળક માનસિક રીતે રિલેક્સ તો થાય જ છે પણ સાથે સાથે તેના આઇક્યુ લેવલને વધારવામાં પણ મદદ મળે છે. આમ, બાળક સાથે નિયમિત રીતે ડીપ બ્રિધિંગની પ્રેક્ટિસ કરવી જોઇએ. આનાથી તમને બાળકમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે. મેન્ટલ હેલ્થમાં સુધારો કરવામાં ડીપ બ્રિધિંગ એક્સરસાઇઝ બહુ મદદ કરે છે.

Back to top button