- શહેરમાં હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ બાળકનું મોત
- ડેન્ગ્યુથી મોતનો એક પણ કેસ આરોગ્ય વિભાગના ચોપડે નથી
- છેલ્લા 5 દિવસમાં ડેન્ગ્યુના 20 કેસ નોંધાયા છે
ગુજરાતના વડોદરા શહેરમાં વાયરલ ઇન્ફેક્શનમાં વધારો થયો છે. જેમાં ડેન્ગ્યુથી 5 વર્ષના બાળકનું મોત થયુ છે. બાળકને ડેન્ગ્યુની સાથે છાતીમાં ઇન્ફેક્શન હતું. તેમજ ડેન્ગ્યુથી મોતનો એક પણ કેસ આરોગ્ય વિભાગના ચોપડે નોંધવામાં આવ્યો નથી.
આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યપાલ જશે અંબાજી, વિકસિત ભારત સંકલ્પ યાત્રા કરાવશે શરૂ
શહેરમાં હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ બાળકનું મોત
શહેરમાં હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ બાળકનું મોત થયું છે. ત્યારે માંજલપુરમાં શંકાસ્પદ ડેન્ગ્યુથી 5 વર્ષના બાળકનું મોત થતા ચકચાર મચી છે. છેલ્લા 5 દિવસમાં ડેન્ગ્યુના 20 કેસ નોંધાયા છે. શહેરમાં વાયરલ ઇન્ફેક્શનમાં વધારો થયો છે. ત્યારે ડેન્ગ્યુના કેસો વધ્યા પણ પાલિકાના ચોપડે કેસ નહીં. માંજલપુર વિસ્તારમાં શંકાસ્પદ ડેન્ગ્યુથી 5 વર્ષના બાળકનું મોત થયુ છે. બાળકને ડેન્ગ્યુની સાથે છાતીમાં ઇન્ફેક્શન હતું. છેલ્લા 5 દિવસમાં ડેન્ગ્યુના 20 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો: રાજ્યભરમાં ઠંડીનો ચમકારો, જાણો અમદાવાદનું તાપમાન કેટલુ રહ્યું
ગઇકાલે રાતે તેનું મોત નિપજ્યું
શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા પાંચ વર્ષના બાળકને ડેન્ગ્યૂ થતા પાંચ દિવસ પહેલા સારવાર માટે કલાલી વિસ્તારની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગઇકાલે રાતે તેનું મોત નિપજ્યું છે. જોકે, મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પી.એમ. કરાવવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા અને લેથ મશીનનું જોબ વર્કનું કામ મકરપુરા જી.આઇ.ડી.સી.માં કરે છે. તેમને જોડિયા દીકરો અને દીકરી છે. જેની ઉંમર હાલ પાંચ વર્ષની છે. તેમના દીકરાને તાવ આવતા સારવાર માટે કલાલી વિસ્તારની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.