ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

રાજ્યના મંત્રીઓના મુસાફરી ભથ્થામાં વધારો, જાણો કેટેગરી મુજબ કેટલું મળશે?

Text To Speech

ગાંધીનગર, 26 ફેબ્રુઆરી : રાજ્ય સરકારે પોતાના મંત્રીઓના પગાર અને ભથ્થા અધિનિયમમાં સુધારા કરીને ગુજરાત મંત્રી મુસાફરી ભથ્થા (સુધાર) નિયમો 2025, લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે નવા નિયમોની ગેઝેટમાં પ્રસિદ્ધિ આપી છે. એટલે કે હવે મંત્રીઓને મુસાફરી ભથ્થું નવા નિયમો મુજબ મળવા પાત્ર રહેશે.

રાજ્ય સરકારના મંત્રીઓના મુસાફરી ભથ્થામાં વધારો કરાયો

ગુજરાત સરકારના મંત્રીઓને મળતાં દૈનિક મુસાફરી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં મંત્રીઓને હોટલ અથવા લોજ સિવાય અન્ય જગ્યાઓ ઉપર રોકાણ અને ખાનપાન સહિતના ભથ્થામાં ત્રણ કેટેગરી મુજબ વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના મંત્રીઓના મુસાફરીના ભથ્થામાં કરાયેલો વધારો ગુજરાત મંત્રી મુસાફરી ભથ્થા સુધારા નિયમો 2025 હેઠળ લાગુ પડશે.

ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, રાજ્યના મંત્રીઓના મુસાફરી ભથ્થામાં શહેરોની X, Y અને Z વર્ગની કેટેગરી જણાવામાં આવી છે. જેમાં X વર્ગમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત જેવા મહાનગરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. Y કેટેગરીમાં વડોદરા, રાજકોટ અને Z કેટેગરીમાં બાકીના અન્ય શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજ્યના મંત્રીઓના મુસાફરી ભથ્થાની વાત કરીએ તો, કોઈ મંત્રી મુસાફરી દરમિયાન હોટલ અથવા લોજ સિવાયની અન્ય જગ્યાએ રોકાણ કરે તો તેમને X વર્ગના શહેરમાં દૈનિક 1000 રૂપિયા, Y કેટેગરીના શહેરમાં 800 રૂપિયા અને Z કેટેગરીના શહેરમાં 500 રૂપિયા દૈનિક ભથ્થું ચૂકવવામાં આવશે.

જ્યારે ખાનપાન સહિતની સુવિધા આપતી હોટલ અથવા લોજમાં કે કોઈ અન્ય જગ્યાએ મંત્રી રોકાણ કરે તો, તેમને X કેટેગરી પ્રમાણે દૈનિક 2600 રૂપિયા, Y કેટેગરીના શહેરમાં 2100 રૂપિયા અને Z કેટેગરીના શહેરમાં 1300 રૂપિયા દૈનિક ભથ્થું ચૂકવવાશે.

આ પણ વાંચો :- ચારધામ યાત્રાની તારીખો જાહેર, જાણો ક્યારે ખુલશે બદ્રીનાથ-કેદારનાથ મંદિરના કપાટ

Back to top button