ગુજરાતટોપ ન્યૂઝ

જંત્રી વધતા એફોર્ડેબલ મકાનોના ભાવમાં વધારો, જાણો કેટલા ટકા GST લાગશે

જંત્રીની જફા વધતા એફોર્ડેબલમાં ભાવ વધારો થતાં હવે પાંચ ટકા GST ચૂકવવો પડશે. તથા 45 લાખ કરતાં વધુના ભાવ એર્ફોડેબલના લીધે પાંચ ટકા જીએસટી વસૂલાતનો નિયમ છે. તેમજ વધારાના જીએસટીની ચુકવણીનો બોજો સીધો ઘર ખરીદનારના શિરે આવશે. તેમજ મોટાભાગના લોકો ફલેટ કે ઘર લેતી વખતે ટુકડે ટુકડે નાંણાની ચુકવણી કરતા હોય છે. જંત્રીના દર વધવાના કારણે એફોર્ડેબલ હાઉસીંગ લેનારાઓને ચાર ટકા વધુ આર્થિક ભારણ આવવાનુ છે. કારણ કે જંત્રીના દરના કારણે એફોર્ડેબલ હાઉસીંગની કિંમત 45 લાખથી વધીને 50 લાખ પર પહોંચી જાય તો જીએસટી પેટે એક ટકાના બદલે પાંચ ટકા ચુકવવા પડશે. જે ચાર ટકાનો બોજ ઘર લેનાર પર આવવાનો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં જંત્રીના ભાવ ડબલ થતાં જાણો સરકારી તિજોરીને કેટલી થશે આવક

એફોર્ડેબલ હાઉસીંહમાં પાંચ ટકાના બદલે એક ટકો જીએસટી વસુલાત કરવાનો નિયમ

સામાન્ય લોકોને ઘર લેવા માટે જીએસટીની ચુકવણી વધુ કરવી નહીં પડે તે માટે જીએસટી કાઉન્સીલે એફોર્ડેબલ હાઉસીંહમાં પાંચ ટકાના બદલે એક ટકો જીએસટી વસુલાત કરવાનો નિયમ લાગુ કર્યો હતો. તેમાં પણ 45 લાખ કરતા ઓછી કિંમતના ઘરનો સમાવેશ એફોર્ડેબલ હાઉસીંગ હેઠળ કરવામાં આવ્યો છે. તેના કરતા વધુ કિંમતના ઘરને એફોર્ડેબલમાં સમાવેશ કરવામાં આવતો નહીં હોવાના લીધે તેના પર પાંચ ટકા જીએસટી વસુલાત કરવામાં આવતી હોય છે. હવે જંત્રીના દર બમણા થવાના કારણે શહેરના કેટલાય વિસ્તારમાં એફોર્ડેબલ હાઉસીગના ભાવમાં પાંચથી સાત લાખ સુધીનો વધારો થવાની શકયતા રહેલી છે. આ ભાવ પ્રમાણે દસ્તાવેજ કરાવવામાં આવે તો ઘરની કિંમત 45 લાખ કરતા વધુ થાય તેમ છે. આ કારણોસર ઘર ખરીદનારે એક ટકાના બદલે પાંચ ટકા જીએસટીની ચુકવણી કરવી પડવાની છે. તેનો સીધો બોજો ઘર ખરીદનાર પર આવવાનો છે.

આ પણ વાંચો: ગુજરાત: કોંગ્રેસના ધારાસભ્યને છ માસની સજા પડી, જાણો શું હતો કેસ

ઘર બુક કરાવનારાઓ પર વધુ નાણાં ચુકવણીનું ભારણ

મોટાભાગના લોકો ફલેટ કે ઘર લેતી વખતે ટુકડે ટુકડે નાંણાની ચુકવણી કરતા હોય છે. જ્યારે તમામ નાંણાની ચુકવણી થયા બાદ જ દસ્તાવેજ કરાવવામાં આવતો હોય છે. તેના લીધે કેટલાય લોકોએ હજુ દસ્તાવેજ કરાવ્યા નથી. આવા સંજોગોમાં જંત્રીના દર બમણા થવાના લીધે તેઓએ નક્કી કરેલી રકમ કરતા વધુ નાંણા ચુકવવા પડે તેવી પણ સ્થિતી ઉભી થવાની શકયતા નકારી શકાય તેમ નથી.

રોકડામાં થતી ચુકવણીમાં ઘટાડો થશે

જંત્રીના ભાવ વધવાના લીધે રોકડમાં થતી ચુકવણીમાં ઘટાડો થવાનો છે. આ માટેનુ કારણ એવુ છે કે જંત્રીના ભાવમાં વધારો થવાના લીધે દસ્તાવેજની કિંમતમાં પણ વધારો થવાનો છે. તેથી જે પણ ભાવ પ્રમાણે દસ્તાવેજ કરાવવામાં આવે તે નાંણાનો ફરજીયાત ચેકથી અથવા તો આરટીજીએસ અને એનઇફટીના માધ્યમથી ચુકવણી કરવી પડશે. તેના લીધે રોકડમાં થતા ચુકવણાની સંખ્યામાં ચોક્કસપણે ઘટાડો થવાનો છે.

Back to top button