ગુજરાત

ગુજરાત સરકારની સ્ટેમ્પ ડયૂટી તથા નોંધણીની આવકમાં વધારો

Text To Speech
  • 2022-23ના અંતે રૂ.14,348 કરોડ આવક પહોંચી હતી
  • એક વર્ષમાં 2022-23માં રૂ.3800 કરોડનો માતબર વધારો
  • છેલ્લા પાંચ વર્ષમાં આ આવક લગભગ બમણી થઈ

ગુજરાત સરકારની સ્ટેમ્પ ડયૂટી તથા નોંધણીની આવકમાં વધારો થયો છે. જેમાં રાજ્યની સ્ટેમ્પ ડયૂટીની આવકમાં પાંચ વર્ષમાં 100 ટકાનો વધારો થયો છે. 12 વર્ષે જંત્રી 100% વધી અને ગાળામાં આવક 207 ટકા વધી છે. છેલ્લા પાંચ વર્ષમાં આ આવક લગભગ બમણી થઈ ગઈ છે.

આ પણ વાંચો: ભારત કીમો વિના કેન્સર સારવાર કરનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો

એક વર્ષમાં 2022-23માં રૂ.3800 કરોડનો માતબર વધારો

એકમાત્ર કોરોનાના બે વર્ષ 2019-20 અને 2020-21માં આવકમાં થોડો ફટકો પડયો હતો. પરંતુ એ પછી તો તોતિંગ આવકથી સરકારની તિજોરી છલકાઈ રહી છે. ફેબ્રુઆરી-2023થી જંત્રીમાં 100 ટકાનો વધારો કરી તેનું અમલીકરણ એપ્રિલ-2023થી શરૂ કરાયું, એ બે મહિનામાં જ જૂની જંત્રીની અસ્ક્યામતોના સોદા થયા એને કારણે જંત્રીની આવકમાં એક વર્ષમાં 2022-23માં રૂ.3800 કરોડનો માતબર વધારો થયો છે. વર્ષ 2019-20માં રૂ.7701 કરોડની જે આવક હતી, તે 2023-24ના અંતે 95 ટકા વધીને રૂ.15 હજાર કરોડ ઉપર પહોંચવાનો સુધારેલો અંદાજ છે.

આ પણ વાંચો: ગુજરાતના આ જિલ્લામાં વિવિધ ગુનાઓની સંખ્યામાં થયો વધારો

2022-23ના અંતે રૂ.14,348 કરોડ આવક પહોંચી હતી

રાજ્ય સરકાર એવું કહે છે કે, જંત્રીના દરમાં 12 વર્ષ પછી 100 ટકાનો વધારો થયો છે. અલબત્ત એય ધ્યાને લેવાવું જોઈએ કે, આ સમયગાળામાં સ્ટેમ્પ ડયૂટી તથા નોંધણી ફીની આવકમાં ખૂબ મોટો વધારો થયો છે. વર્ષ 2011-12માં સ્ટેમ્પ ડયૂટી તથા નોંધણી ફીની આવક માત્ર રૂ.4670 કરોડ હતી, તે 2022-23ના અંતે રૂ.14,348 કરોડ પહોંચી હતી, જે 207 ટકાનો તોતિંગ વધારો દર્શાવે છે.

Back to top button