ગુજરાત

અમદાવાદમાં ચોમાસાની સિઝનમાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો, જાણો કેટલા કેસ થયા

Text To Speech
  • સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં ડેન્ગ્યુના 108 કેસ નોંધાયા
  • એકંદરે બાળકોમાં દાખલ કરીને સારવાર આપવાનું પ્રમાણ ઘટયું
  • શરદી, તાવ સહિતના વાયરલ ઈન્ફેક્શનના એક સપ્તાહમાં 1397 કેસ

અમદાવાદમાં ચોમાસાની સિઝનમાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે. જેમાં સોલા સિવિલ હોસ્પિટલમાં બે સપ્તાહમાં ડેન્ગ્યૂના 203 વાયરલ ઈન્ફેક્શનના 2,860 કેસ થયા છે. ગુજરાતમાં સાત મહિનામાં ડેન્ગ્યૂના 876 દર્દી આવ્યા છે. તેમજ આંખો આવવાના કેસ ધીમે ધીમે ઘટવા લાગ્યા છે. તથા ઓપીડીમાં રોજના 1700થી 1800 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે.

આ પણ વાંચો: પારંપારિક ચિકિત્સા પદ્ધતિ આરોગ્ય રક્ષા ક્ષેત્રે રાહબર બની : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 

સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના 108 કેસ નોંધાયા

ચોમાસાની સિઝનમાં મચ્છરજન્ય રોગચાળાના કેસમાં વધારો થઈ રહ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના 108 કેસ નોંધાયા છે, ગત સપ્તાહે 95 કેસ હતા. શરદી, તાવ સહિતના વાયરલ ઈન્ફેક્શનના એક સપ્તાહમાં 1397 કેસ નોંધાયા છે, ગત સપ્તાહે 1463 દર્દી હતા. બીજી તરફ આંખો આવવાના કેસ ધીમે ધીમે ઘટવા લાગ્યા છે. એકંદરે સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં રોજના 1700થી 1800 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં જુલાઈ 2023 સુધી એટલે કે સાત મહિનામાં ડેન્ગ્યુના 876 અને ચિકન ગુનિયાના 136 કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં ટામેટાના ભાવમાં થોડો હાશકારો કરાવ્યો ત્યાં ડુંગળી આંસુ પડાવવા તૈયાર

એકંદરે બાળકોમાં દાખલ કરીને સારવાર આપવાનું પ્રમાણ ઘટયું

સોલા સિવિલના ડોક્ટરે જણાવ્યું હતું કે, ડેન્ગ્યુના કેસ સતત વધી રહ્યા છે. બાળકોની ઓપીડીમાં જે દર્દી નોંધાય છે તેમાંથી 25થી 28 ટકા જેટલા દર્દીને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે, એકંદરે બાળકોમાં દાખલ કરીને સારવાર આપવાનું પ્રમાણ ઘટયું છે. અગાઉ આ રેશિયો 33 ટકા સુધી પહોંચ્યો હતો. બીજી તરફ પુખ્ત વયના દર્દીઓમાં દાખલ થવાનું પ્રમાણ 10 ટકા આસપાસ છે.

Back to top button